પ્રજનેશ ગુણેશ્વરને સત્રની પહેલી ટુર્નામેન્ટના મુખ્ય ડ્રૉમાં જગ્યા બનાવી

પ્રજનેશ ગુણેશ્વરને સત્રની પહેલી ટુર્નામેન્ટના મુખ્ય ડ્રૉમાં જગ્યા બનાવી
મેલબર્ન, તા. 18 : ભારતીય ટેનિસ ખેલાડી પ્રજનેશ ગુણેશ્વરને શનિવારે લકી લૂઝર તરીકે ઓસ્ટ્રેલિયન ઓપનના પુરૂષ એકલના મુખ્ય ડ્રોમાં જગ્યા બનાવી હતી અને હવે જો પહેલો પડકાર પાર કરવામાં સફળ રહેશે તો તેનો મુકાબલો વિશ્વના નંબર બે નોવાક જોકોવીચ સામે થઈ શકે છે. પ્રજનેશ ક્વોલિફાઈંગ દોરના પોતાના અંતિમ મેચમાં લાટવિયાના અર્નેસ્ટ ગુલબિસ સામે સીધા સેટમાં હારી ગયો હતો. જો કે ભાગ્યના સહારે મુખ્ય ડ્રોમાં જગ્યા બનાવવામાં સફળ રહ્યો હતો કારણ કે સીધો પ્રવેશ મેળવનારા એક ખેલાડીએ ટૂર્નામેન્ટમાંથી હટવાનો નિર્ણય કર્યો હતો. તેવામાં હવે પ્રજનેશ સતત પાંચમી વખત કોઈ ટૂર્નામેન્ટના મુખ્ય ડ્રોમાં રમશે.

© 2020 Saurashtra Trust

Developed & Maintain by Webpioneer