મુંબઈ સિટીએ બેંગલુરુ એફસીને 2-0થી હરાવ્યું

મુંબઈ સિટીએ બેંગલુરુ એફસીને 2-0થી હરાવ્યું
મુંબઈ, તા. 18 : મુંબઈ સિટી એફસીએ સતત બે હાર બાદ વાપસી કરતા ઈન્ડિયન સુપર લીગ ફુટબોલના છઠ્ઠા સત્રના 13મા દોરના મુકાબલામાં ગત ચેમ્પિયન બેંગલુરૂ એફસીને 2-0થી હરાવ્યું હતું. મુંબઈ સિટી તરફથી મોદૂ સોગૂએ 13મી મિનિટે ગોલ કરીને પોતાની ટીમને 1-0થી આગળ કરી હતી. ત્યારબાદ એમીન ચેરમીતીએ 55મી મિનિટે ગોલ કરીને સરસાઈ બમણી કરી હતી અને તે અંત સુધી કાયમ રહી હતી. બેંગલુરૂ એફસી આર છતા પણ ગોવા એફસી બાદ બીજા ક્રમાંકે યથાવત છે. જ્યારે મુંબઈની ટીમ જીત છતા પણ પાંચમા ક્રમાંકે છે.

© 2020 Saurashtra Trust

Developed & Maintain by Webpioneer