ફેડરર અને જોકોવિચ અૉસ્ટ્રેલિયન અૉપનના એક જ હાફમાં

ફેડરર અને જોકોવિચ અૉસ્ટ્રેલિયન અૉપનના એક જ હાફમાં
મેલબર્ન, તા. 18 : સ્વિત્ઝરલેન્ડનો રોઝર ફેડરર અને વર્તમાન વિજેતા નોવાક જોકોવિચ ઓસ્ટ્રેલિયન ઓપનના સેમિફાઈનલમાં ટકરાઈ શકે છે. વર્ષના પહેલા ગ્રાન્ડ સ્લેમનો ડ્રો શુક્રવારે જારી કરવામાં આવ્યો હતો. જેમાં બન્ને ખેલાડીઓને એક જ હાફમાં રાખવામાં આવ્યા હતા. જ્યારે વિશ્વ નંબર 1 સ્પેનના રાફેલ નાડાલ માટે ઓસ્ટ્રેલિયાના જ નિક કિર્જિયોસ, ડોમિનિક થીમ, રશિયાના ડેનિલ મેદવેદેવ ખતરો બની શકે છે. આ તમામ ખેલાડીઓ એક જ હાફમાં છે. ફેડરર પહેલા દોરમાં અમેરિકાના સ્ટીસવ જોનસનનો સામનો કરશે અને બીજા રાઉન્ડમાં સર્બિયાના ફિલિપ ક્રાજિનોવિક સામે સામનો થઈ શકે છે. 

© 2020 Saurashtra Trust

Developed & Maintain by Webpioneer