અૉસ્ટ્રેલિયાની બાર્ટીએ સ્થાનિક મેદાનમાં પહેલો ખિતાબ જીત્યો

અૉસ્ટ્રેલિયાની બાર્ટીએ સ્થાનિક મેદાનમાં પહેલો ખિતાબ જીત્યો
એડિલેડ, તા. 18 : ઓસ્ટ્રેલિયાની એશલે બાર્ટીએ એટીપી ડબલ્યુટીએ એડિલેડ ઈન્ટરનેશનલના ફાઈનલમાં 19 વર્ષની ડાયના યાસ્ત્રેમસ્કાને હરાવને કારકિર્દીમાં પહેલી વખત સ્થાનિક મેદાનમાં ખિતાબ પોતાના નામે કર્યો હતો. વિશ્વ રેન્કિંગમાં નંબર 1 ઉપર રહેલી બાર્ટીએ યુક્રેનની ખેલાડીને 87 મિનિટના મુકાબલામાં 6-2, 7-5થી હરાવી હતી. બાર્ટીએ આ સાથે જ ઓસ્ટ્રેલિયન ઓપનના ખિતાબ માટે પોતાની દાવેદારી મજબુત કરી લીધી છે.

© 2020 Saurashtra Trust

Developed & Maintain by Webpioneer