આજે શિરડી બંધ, પણ સાંઈ મંદિર ખુલ્લું : ઉદ્ધવે બોલાવી મિટિંગ

શિરડી, તા. 18 : સાંઈબાબાના જન્મસ્થાન અંગેના વિવાદને પગલે શિરડીના રહેવાસીઓએ રવિવારે બંધની હાકલ કરી છે. જોકે, સુપ્રસિદ્ધ સાંઈબાબા મંદિર ખૂલ્લું રહેશે. મહારાષ્ટ્રના મુખ્ય પ્રધાન ઉદ્ધવ ઠાકરે પરભણી જિલ્લામાં પાથરી ખાતે `સાંઈ જન્મસ્થાન'ના વિકાસ માટે 100 કરોડ રૂપિયાની ગ્રાન્ટ આપવાની જાહેરાત કરી તેનાં પગલે વિવાદ ઊભો થયો છે. કેટલાક શ્રદ્ધાળુઓ પાથરીને સાંઈબાબાનું જન્મસ્થાન માને છે.
મુખ્ય પ્રધાન ઉદ્ધવ ઠાકરે આ વિવાદના ઉકેલ માટે મંત્રાલયમાં મહત્ત્વની મિટિંગનું આયોજન કર્યું છે. શિરડીના શ્રીસાંઈબાબા સંસ્થાના સીઈઓ દીપક મુગાલીકરે જણાવ્યું છે કે બંધની હાકલ છતાં સાંઈબાબાનું મંદિર ખૂલ્લું રહેશે. ભાજપના નેતા અને સ્થાનિક વિધાનસભ્ય રાધાકૃષ્ણ વીખે-પાટીલે જણાવ્યું હતું કે પાથરી એ સાંઈબાબાનું જન્મસ્થાન છે. એવું નિવેદન મુખ્ય પ્રધાન ઠાકરેએ પાછું ખેંચવું જોઈએ.

© 2020 Saurashtra Trust

Developed & Maintain by Webpioneer