કમલનાથ સરકારને વચનો યાદ અપાવવા કૉંગ્રેસ વિધાયકનાં જ ધરણાં

ભોપાલ, તા. 18 : મધ્યપ્રદેશમાં કોંગ્રેસની મુશ્કેલીઓ ઘટવાનું નામ લઈ રહી નથી. શનિવારે કોંગ્રેસના વિધાયક મુન્નાલાલ ગોયલ મધ્યપ્રદેશ વિધાનસભાની બહાર ધરણા ઉપર બેસી ગયા હતા. ગોયલના કહેવા પ્રમાણે રાજ્યની કોંગ્રેસ સરકાર પોતાના ઘોષણાપત્રમાં કરેલા વચનો ભુલી ગઈ છે. આ વચનોને યાદ અપાવવા માટે ધરણા શરૂ કર્યા છે. ગ્વાલિયર પૂર્વથી કોંગ્રેસ વિધાયક ગોયલે કહ્યું હતું કે, તેઓના ધરણા પ્રદેશ સરકાર કે કમલનાથના વિરોધમાં નહોતા. પણ ખેડૂતોની સુખાકારી માટે આપેલા વચનોને યાદ અપાવવા માટે ધરણા કરવામાં આવ્યા હતા.

© 2020 Saurashtra Trust

Developed & Maintain by Webpioneer