મસ્જિદોને વધુ FSI માટે બાળ ઠાકરે સંમત હતા : સંજય રાઉત

મુંબઈ, તા.18 : મસ્જિદોમાં જગ્યાના અભાવે મુસ્લિમો રોડ પર નમાઝ પઢવા મજબૂર છે, એવી જાણકારી શિવસેનાના દિવંગત સુપ્રીમો બાળાસાહેબ ઠાકરેએ આપવામાં આવી ત્યારે તેઓ સંમત થયા હતા કે સરકારે મસ્જિદોને વધુ એફએસઆઇ આપવી જોઇએ,  સંજય રાઉતે આજે જણાવ્યું હતું. કર્ણાટકના બેલગાંવમાં એક કાર્યક્રમમાં બોલતા રાઉતે એમ પણ કહ્યું હતું, કે જો ધર્મ સરકારના પાયો બની જાય તો ભારત બીજુ પાકિસ્તાન બની શકે છે.
આક્રમક હિંદુત્વવાદી રાજકારણીની છાપ બાળાસાહેબ ઠાકરેની હતી. રાઉતે કહ્યું હતું કે બાન્દ્રા અને ભિંડી બજાર જેવા વિસ્તારોમાં મુસ્લિમો રોડ પર નમાઝ પઢતા તેની બાળાસાહેબ ટીકા પણ કરતા. તેમણે મુસ્લિમ સમુદાયના આગેવાનો સાથે બેઠક કરીને આ સમસ્યાનો નિવેડો લાવવાના સૂચનો પણ સાંભળ્યા હતા. આ બેઠકમાં તેમને જણાવાયું હતું કે મસ્જિદોમાં જગ્યાનો અભાવ હોવાથી મુસ્લિમો રોડ પર નમાઝ અદા કરવા મજબૂર છે. સરકારે મસ્જિદોને વધારાની એફએસઆઇની જોગવાઇ કરી આપવી જોઇએ, એવા મુસ્લિમ આગેવાનોના સૂચન સાથે બાળાસાહેબ સંમત પણ હતા.

© 2020 Saurashtra Trust

Developed & Maintain by Webpioneer