ભિવંડીમાંથી 2.74 કરોડ રૂપિયાના ગુટખા-પાનમસાલા જપ્ત, એકની ધરપકડ

થાણે, તા. 18 : મહારાષ્ટ્રના ફૂડ એન્ડ ડ્રગ એડમિનિસ્ટ્રેશને ભિવંડીના ખારબાઓ વિસ્તારમાં આવેલા ગોદામમાંથી ગત 16મી જાન્યુઆરીએ મધરાતે 2.74 કરોડ રૂપિયાની કિંમતના ગુટખા અને પાનમસાલા સહિત તમાકુનાં પ્રતિબંધિત ઉત્પાદનો જપ્ત ર્ક્યાં છે. આ અંગે દરોડા સમયે ગોદામમાં હાજર અમર બહાદુર રામખીલાવન સરોજ નામના શખસની ધરપકડ કરવામાં આવી છે.
સરોજને અદાલતમાં રજૂ કરવામાં આવતાં તેને સોમવાર સુધી કસ્ટડીમાં રાખવાનો આદેશ આપવામાં આવ્યો છે. આ અંગે એફડીએના અધિકારીઓ ગોદામના માલિક સહિત વધુ ત્રણ જણની શોધ ચલાવી રહ્યા છે.

© 2020 Saurashtra Trust

Developed & Maintain by Webpioneer