વિદેશી હૂંડિયામણની અનામત વધી 461.21 અબજ ડૉલર થઈ

મુંબઈ, તા. 18 : વિદેશી હૂંડિયામણની અનામત 10 જાન્યુઆરી, 2020ના પૂરાં થયેલા સપ્તાહ માટે 580 લાખ ડોલર વધીને 461.21 અબજ ડોલરની થઈ હતી, જે તેના આગલા સપ્તાહ માટે 461.12 અબજ ડૉલર નોંધાઈ હતી. અત્રે નોંધવા જેવું એ છે કે વિદેશી ચલણની અસ્ક્યામત સૂચિત સપ્તાહે ઘટી હોવા છતાં હૂંડિયામણની અનામત વધવા પામી હતી.

© 2020 Saurashtra Trust

Developed & Maintain by Webpioneer