જીએસટીમાં 25 ટકા ઘટાડવાની એસોચેમની માગણી

નવી દિલ્હી, તા. 18 : ઉદ્યોગ સંસ્થા એસોચેમે રોકાણ અને માગને સુધારવા માટે આગામી છ મહિના માટે તમામ સ્તરમાં જીએસટીમાં 25 ટકા ઘટાડો કરવા સરકારને અનુરોધ કર્યો છે.
હાલના સંજોગોમાં ડેફિસિટ ફાઈનાન્સિંગનો મુદ્દો ન હોવાથી વધતી જતી રાજકોષીય ખાધ અંગે ચિંતાનું કોઈ કારણ નથી. જીએસટી રેટમાં પ્રથમ મોટું સૂચન એ છે કે અર્થતંત્રની ગાડી પાટે ચઢાવવા માટે આગામી છ માસ માટે તમામ સ્લેબમાં જીએસટી રેટ 25 ટકા કરી દેવા જોઈએ.
એસોચેમના પ્રમુખ નિરંજન હીરાનંદાનીએ જણાવ્યું હતું કે તેનો અર્થ એ થયો કે વધારાની રૂા. 1.20 લાખ કરોડની ખાધ સર્જાશે. જેનાથી ચોક્કસપણે રાજકોષીય ખાધ વધશે, પણ આજના સંજોગોમાં ડેફિસિટ ફાઈનાન્સિંગ એ મુદ્દો નહીં હોય. તેમણે જણાવ્યું હતું કે આ પગલાંથી વધુ બિઝનેસને ટૅક્સ ચૂકવવા પ્રોત્સાહન મળશે. જેથી કર જાળનું વિસ્તરણ થવાથી સરકારની આવક વધશે. આ પગલાંથી વધુ બિઝનેસને ટૅક્સ ચૂકવવા પ્રોત્સાહન મળશે. જેથી કર જાળનું વિસ્તરણ થવાથી વધુ આવક સર્જન થશે. આ પગલાંથી પાંચ ટ્રિલિયન ડૉલરનું અર્થતંત્ર બનાવવાનો લક્ષ્ય હાંસલ કરવામાં મદદ મળશે. આપણો જીડીપી ઉપરાંત ભારતની બેરોજગારી સમસ્યા ઉકેલવાની જરૂર છે. ભારત માટે જીડીપી ગ્રોથ પૂરતો નથી. તે સર્વસમાવેશી હોવો જોઈએ.

© 2020 Saurashtra Trust

Developed & Maintain by Webpioneer