સાવરકરને ભારતરત્ન આપવાનો વિરોધ કરનારાઓને

આંદામાનની જેલમાં મોકલો : સંજય રાઉત 
અમારા પ્રતિનિધિ તરફથી
મુંબઈ, તા. 18 : હિન્દુત્વવાદી આગેવાન સ્વાતંત્ર્યવીર સાવરકરને ભારતરત્ન એવૉર્ડ આપવાનો વિરોધ કરનારાઓને બે દિવસ માટે આંદામાનની જેલમાં રાખવા જોઇએ એમ શિવસેનાના નેતા સંજય રાઉતે જણાવ્યું છે.
રાઉતના નિવેદનને ભાજપ અને વીર સાવરકરના પૌત્ર રણજિત સાવરકરને આવકાર્ય છે. જોકે સાવરકરની વિચારધારાના વિરોધીઓ કૉંગ્રેસ અને રાષ્ટ્રવાદી મહારાષ્ટ્ર સરકારમાં ભાગીદાર હોવાથી શિવસેના માટે મૂંઝવણભરી સ્થિતિ ઊભી થઈ છે.
વીર સાવરકરને ભારતરત્ન આપવાની કૉંગ્રેસ વિરોધ કરી રહી છે.
કૉંગ્રેસના ટોચના નેતા રાહુલ ગાંધીએ ડિસેમ્બર, 2019માં `રેપ ઇન્ડિયા'ની ટિપ્પણ અંગે દિલગીરી વ્યક્ત કરવાનો ઇનકાર કરતાં જણાવ્યું હતું કે મારું નામ રાહુલ ગાંધી છે. હું રાહુલ સાવરકર નથી. (અર્થાત્ દિલગીરી વ્યક્ત નહીં કરું).
ભાજપના નેતા અને મહારાષ્ટ્રના ભૂતપૂર્વ શિક્ષણ પ્રધાન વિનોદ તાવડેએ જણાવ્યું છે કે રાઉતના વ્યક્તવ્યનું હું સ્વાગત કરું છું. રાઉતે કહ્યા અનુસાર રાહુલ ગાંધીને હવે આંદામાનની જેલમાં મોકલવા પડશે.

© 2020 Saurashtra Trust

Developed & Maintain by Webpioneer