વિસાવદર પાસે ખાનગી બસ પલટી છનાં મૃત્યુ, 18ને ઇજા

વિસાવદર પાસે ખાનગી બસ પલટી છનાં મૃત્યુ, 18ને ઇજા
વિસાવદર નજીક લાલપુર વેકરિયા વચ્ચે આજે બપોરે ખાનગી ટ્રાવેલ્સની સિટી રાઈડ બસ પલ્ટી જતાં દબાઈ જવાથી છ ઉતારુના ઘટનાસ્થળે જ મૃત્યુ નિપજ્યા હતા. 18ને ઇજા થઇ હતી. તે પૈકી પાંચની હાલત ગંભીર ગણાવાઈ છે. ઉતારૂઓના કહેવા મુજબ, બસ ચાલક નશાની હાલતમાં હતો અને અને બેફામ હંકારતો હતો. ઊતારૂઓએ ધીમે અને વ્યવસ્થિત ચલાવવા ટપાર્યો હતો પરંતુ માન્યો ન હતો અને ચાલક સહિત છ જણાની અંતિમ યાત્રા બની ગઇ હતી. ચાલકે બસ ઉપરનો કાબુ ગુમાવતા ગળથોલિયા ખાઈ ઉંધી વળી ગઇ હતી.
પોલીસ સુત્રોમાંથી પ્રાપ્ય વિગત પ્રમાણ સીટીરાઈડ બસ નં. જીજે 11 એક્સ 723 આજે સવારે સાવરકુંડલાથી ઉપડી જૂનાગઢ આવી રહી હતી. તેમાં 50 જેટલા ઉતારૂ ખીચોખીચ હતાં. બપોરના બે વાગ્યાના સુમારે વિસાવદરનાં લાલપુર-વેકરિયા વચ્ચે પસાર થતી હતી. ત્યારે ચાલકે સ્ટીયરીંગ ઉપરનો કાબુ ગુમાવતા બસ રસ્તા નીચે ઉતરી ત્રણ ચાર ગોથલિયા ખાઈ ઉંધી પડી હતી.

© 2020 Saurashtra Trust

Developed & Maintain by Webpioneer