ફડણવીસને સારા જ્યોતિષની જરૂર છે બાળાસાહેબ થોરાત

ફડણવીસને સારા જ્યોતિષની જરૂર છે બાળાસાહેબ થોરાત
અહમદનગર, તા. 11 : ભૂતપૂર્વ મુખ્ય પ્રધાન દેવેન્દ્ર ફડણવીસનો અંદાજ કાયમ ખોટો જ પડે છે. એટલે તેમને એક સારા જ્યોતિષની જરૂર છે, એવો ટોણો મહેસૂલપ્રધાન અને કૉંગ્રેસ પ્રદેશાધ્યક્ષ બાળાસાહેબ થોરાતે માર્યો છે.  મહાવિકાસ આઘાડી સરકારની સ્થાપના થયા બાદ દેવેન્દ્ર ફડણવીસે કહ્યું હતું કે તેમની સરકાર છ મહિના કરતાં વધુ નહીં ટકી શકે, અમારી 220 કરતાં વધુ સીટો હશે, વિરોધી પક્ષને વિરોધી પક્ષ નેતા મળે એટલી સુદ્ધા જગ્યા નહીં મળે, પરંતુ ફડણવીસે જે કહ્યું હતું તેમાંથી કાંઈ જ સાચું ન થયું. એટલે તેમણે સારો જ્યોતિષ શોધીને સલાહ લેવી જોઈએ એમ થોરાતે કહ્યું હતું. ભાજપના અંતર્ગત ચૂંટણી માટે કાંઈ બોલવું જોઈએ એવું મને લાગતું નથી. હવે તેમના પર બધાને સંભાળવાની જવાબદારી છે. તેમનામાં અદરોઅંદર જે વાદવિવાદ છે તે આખું મહારાષ્ટ્ર જોઈ રહ્યું છે. ભાજપની હવે અધોગતિ શરૂ થઈ હોવાનું થોરાતે કહ્યું હતું. 
મારી પાસે પક્ષને પ્રદેશાધ્યક્ષપદ છે. તે સિવાય કૉંગ્રેસ વિધિમંડળ જૂથનેતા પદ પણ છે. બધા પદો મને જ મળે એવું જરૂરી નથી. એટલે મને પાલકપ્રધાન પદ જોઈતું નથી એવું પણ થોરાતે સ્પષ્ટ કર્યું હતું.  આ પહેલા અનેક જિલ્લાના પાલકપ્રધાન તરીકે કામ કર્યું છે. પાલકપ્રધાન પદ ન મળ્યું હોવાથી નારાજ છું એ માત્ર અફવાઓ છે, એમ થોરાતે સ્પષ્ટ કર્યું હતું. 

© 2020 Saurashtra Trust

Developed & Maintain by Webpioneer