વૉશિંગ પાઉડરની વિજ્ઞાપન અક્ષય કુમારને ભારે પડી

વૉશિંગ પાઉડરની વિજ્ઞાપન અક્ષય કુમારને ભારે પડી
મરાઠાઓની લાગણી દુભાવવાનો કેસ નોંધવા શંભાજી બ્રિગેડની માગણી
ઔરંગાબાદ, તા. 11 (પીટીઆઈ) : વૉશિંગ પાઉડરની એક વિજ્ઞાપનમાં મરાઠા સમુદાયની લાગણીઓને કથિતપણે ઠેસ પહોંચાડવા બદલ બૉલીવૂડ અભિનેતા અક્ષય કુમાર સામે કેસ નોંધવાની દાદ ચાહતો પત્ર શંભાજી બ્રિગેડ તરફથી નાંદેડમાં જિલ્લા અને પોલીસ સત્તાવાળાઓને સુપરત કરાયો છે.
આ વિજ્ઞાપનને મરાઠા યોદ્ધાઓનું `અપમાન' ગણાવીને શંભાજી બ્રિગેડે નાંદેડના જિલ્લા કલેક્ટર અને વઝીરાબાદ પોલીસને પત્ર સુપરત કર્યો હતો અને `પેડમૅન'ના અભિનેતા વિરુદ્ધ કેસ નોંધવા અરજ કરી હતી.
આ વિજ્ઞાપનમાં અક્ષય કુમાર મરાઠા રાજાની ભૂમિકા ભજવતો દેખાય છે, જે પોતાના સૈન્ય સાથે વિજયી બનીને પાછો ફરે છે, પરંતુ તેનાં ગંદાં કપડાં બદલ ઠમઠોરવામાં આવે છે. ત્યાર બાદ વિજ્ઞાપનમાં દર્શાવાયું છે કે આસપાસ અન્ય પાત્રો નાચી રહ્યાં છે અને તેમનાં પોતાનાં વસ્ત્રોને ધૂએ છે.

© 2020 Saurashtra Trust

Developed & Maintain by Webpioneer