માનવીય ભૂલના કારણે યુક્રેનનું વિમાન તુટયું ઈરાન

માનવીય ભૂલના કારણે યુક્રેનનું વિમાન તુટયું ઈરાન
તેહરાન, તા. 11 : તેહરાનથી ઉડાન ભર્યા બાદ અમુક મિનિટમાં જ ક્રેશ થયેલા યુક્રેનના વિમાનને તોડી પાડયાની  જવાબદારી ઈરાને લીધી છે. ઈરાનની સરકાર તરફથી જારી નિવેદનમાં કહેવામાં આવ્યું છે કે ઈરાની મિસાઈલોએ જ વિમાનને ભૂલથી નિશાન બનાવ્યું હતું. ઈરાનના વિદેશ મંત્રીએ પુષ્ટિ કરતા ખેદ પણ વ્યક્ત કર્યે છે. વિમાન દુર્ઘટનામાં 176 લોકોના મૃત્યુ થયા હતાં. જેમાં ઈરાનના 82, કેનેડાના 63 નાગરિક હતા. અમેરિકા, કેનેડા, ઓસ્ટ્રેલિયા અને બ્રિટન જેવા દેશ અગાઉથી જ વિમાનને ભૂલથી નિશાન બનાવવામાં આવ્યું હોવાનું કહેતા હતા. 8 જાન્યુઆરીના રોજ વિમાન યુક્રેનની રાજધાની કીવ જઈ રહ્યું હતું. ઈરાનના નાગરિક ઉડ્ડયન વિભાગની બેઠક બાદ જ કહેવાઇ રહ્યું હતું કે ભૂલથી વિમાન નિશાન બન્યું છે. હવે ઈરાનના પ્રશાસને સત્તાવાર રીતે નિવેદન જારી કરીને કહ્યું છે કે યુક્રેનનું વિમાન માનવીય ભૂલના કારણે નિશાને આવી ગયું હતું.

© 2020 Saurashtra Trust

Developed & Maintain by Webpioneer