સારું પ્રદર્શન કરશે તેને ઓપનિંગની તક મળશે કોહલી

સારું પ્રદર્શન કરશે તેને ઓપનિંગની તક મળશે કોહલી
રોહિત, રાહુલ અને ધવનની પસંદગી મુદ્દે ગુંચવણ કૅપ્ટન કોહલીએ ઉકેલી
નવી દિલ્હી, તા. 11 : રોહિત શર્માની ટીમમાં ગેરહાજરી વચ્ચે શ્રીલંકા સામેની ટી20 શ્રેણી દરમિયાન ઈજામાંથી વાપસી કરી રહેલા શિખર ધવન અને શાનદાર ફોર્મમાં ચાલી રહેલા કેએલ રાહુલે ઓપનિંગની જવાબદારી સંભાળી હતી. શ્રેણીમાં કેએલ રાહુલ પાસે ટી20 વિશ્વકપમાં જગ્યા નિશ્ચિત કરવાની તક હતી જ્યારે ધવન પાસે પણ ફરી સ્થાયી ઓપનિંગ બેટ્સમેન તરીકે પોતાને સાબિત કરવાનો મોકો હતો. જેમાં સફળતા પણ મળી છે. આ દરમિયાન સીમિત પ્રારુપમાં ઓપનિંગ મામલે કોહલીએ સ્પષ્ટ શબ્દોમાં કહ્યું હતું કે જે ખેલાડી સારૂ પ્રદર્શન કરશે તેને તક મળશે. 
શિખર ધવને શ્રીલંકા સામે બે ટી20 મેચમાં 84 રન કર્યા હતા. જેમાં એક અર્ધસદીનો પણ સમાવેશ થાય છે. પરંતુ ધવનની ઈનિંગને ટીમ મેનેજમેન્ટ માટે મુશ્કેલી ઉભી કરી હતી કે રોહિત શર્મા, કેએલ રાહુલ અને શિખર ધવનમાંથી ક્યા બે ખેલાડીને ઓપનીંગ બેટ્સમેન તરીકે સીમિત ઓવરની ટીમમાં તક આપવામાં આવે. ભારતીય કેપ્ટન વિરાટ કોહલીના કહેવા પ્રમાણે રોહિત, રાહુલ અને ધવન ત્રણેય સારા ખેલાડી છે અને જે ખેલાડી સારૂં પ્રદર્શન કરશે તેને તક મળશે. ત્રણેય ખેલાડી જોરદાર છે અને છેલ્લે નોંધપાત્ર પ્રદર્શન જ ધ્યાનમાં લેવામાં આવશે.

© 2020 Saurashtra Trust

Developed & Maintain by Webpioneer