ન્યૂ ઝીલૅન્ડ પ્રવાસ માટે આજે ભારતીય ટીમનું એલાન

ન્યૂ ઝીલૅન્ડ પ્રવાસ માટે આજે ભારતીય ટીમનું એલાન
હાર્દિક પંડયાને વાપસીની આશા : અૉસ્ટ્રેલિયા સામે અંતિમ વન-ડેના એક દિવસ બાદ ટીમ ન્યૂ ઝીલૅન્ડ રવાના થશે
નવી દિલ્હી, તા. 11 : બીસીસીઆઈની સીનિયર પસંદગી સમિતિ રવિવારે મુંબઈમાં બેઠક યોજીને ન્યૂઝિલેન્ડના પ્રવાસ માટે ટીમનું એલાન કરશે. ભારતીય ટીમ ઓસ્ટ્રેલિયા સામે 19 જાન્યુઆરીના અંતિમ વનડેના એક દિવસ બાદ ન્યૂઝિલેન્ડના પ્રવાસ માટે રવાના થઈ જશે. ન્યૂઝિલેન્ડમાં ભારતીય ટીમ પાંચ ટી20, ત્રણ વનડે અને બે ટેસ્ટ મેચ રમશે. 
એક અહેવાલ પ્રમાણે ભારતીય ટીમ ઓસ્ટ્રેલિયા સામેની શ્રેણીનો ત્રીજા અને અંતિમ વનડે બેંગલોરમાં રમશે. 19 જાન્યુઆરીના મેચના એક દિવસ બાદ બેંગલોરથી જ ભારતીય ટીમ ન્યૂઝલેન્ડ જવા માટે રવાના થઈ જશે. આ દરમિયાન ટીમમાં હાર્દિક પંડયાની વાપસીની પણ સંભાવના છે. હાર્દિક પંડયા ઓક્ટોબર મહિનાથી પીઠની ઈજાની સારવાર કરાવી રહ્યો છે અને પંડયાને ન્યૂઝિલેન્ડ પ્રવાસમાં ઈન્ડિયા એ ટીમ માટે પસંદ કરવામાં આવ્યો છે. પંડયાએ રિહેબની શરૂઆત ઓક્ટોબર મહિનામાં જ કરી દીધી હતી સઅને ન્યૂઝિલેન્ડ સામેના મેચમાં વાપસી પણ ઈચ્છતો હતો.

© 2020 Saurashtra Trust

Developed & Maintain by Webpioneer