બોપન્ના અને કૂલહોફની જોડીએ જીતી કતાર ઓપન

બોપન્ના અને કૂલહોફની જોડીએ જીતી કતાર ઓપન
3-6, 6-2, 10-6થી ખિતાબી મુકાબલામાં મેળવી જીત
દોહા, તા. 11 : ભારતના અનુભવી ટેનિસ સ્ટાર રોહન બોપન્નો નેધરલેન્ડના વેસ્લે કૂલહોફ સાથે મળીને શુક્રવારે 1465262 અમેરિકી ડોલરની ઈનામી રકમ ધરાવતી કતાર ઓપન ટેનિસ ટૂર્નામેન્ટનો ખિતાબ જીતી લીધો છે. બોપન્ના અને કૂલહોફની જોડીએ ફાઇનલમાં લ્યૂક બેમ્બ્રિજ અને સેંટિયાગો ગોંઝાલેઝની જોડીને 3-6, 6-2, 10-6થી હરાવીને વર્ષનું પહેલો ખિતાબ જીતી લીધો છે. 
ખિતાબી જીતથી બોપન્ના અને કુલહોફની જોડીને 250 એટીપી અંક મળ્યા છે અને સાથે ઈનામી રકમ પણ મળી હતી. બોપન્ના અને કુલહોફની જોડીએ અગાઉ સેમીફાઈનલમાં બીજી સીડ હેનરી કોંટિનેન અને ફ્રાંસ્કો કુગોરની જોડીને 7-5, 6-2થી હરાવીને ફાઈનલમાં પ્રવેશ કર્યો છે. 
બેમ્બ્રિજ અને ગોંઝાલેજની જોડીને સેમીફાઈનલમાં ડેનમાર્કના નીલ્સન અને જર્મનીના ટિમ પ્યુએટ્ઝની જોડીને હરાવીને ફાઈનલમાં પ્રવેશ કર્યો હતો.

© 2020 Saurashtra Trust

Developed & Maintain by Webpioneer