ભારતે બનાવ્યો અનોખો રેકોર્ડ પાકિસ્તાનને પણ પછાડયું

ભારતે બનાવ્યો અનોખો રેકોર્ડ પાકિસ્તાનને પણ પછાડયું
શ્રીલંકા સામેના 19 મુકાબલામાંથી 13મા જીત મેળવી
પુણે, તા. 11 : વિરાટ કોહલીની કેપ્ટનશીપમાં  ભારતીય ક્રિકેટ ટીમે શુક્રવારે પુણે મહારાષ્ટ્ર ક્રિકેટ એસોસિએશન મેદાન ઉપર ત્રીજા ટી20 મુકાબલામાં શ્રીલંકાને 78 રને હરાવ્યું હતું. આ સાથે જ ત્રણ મેચની શ્રેણીમાં ક્લિન સ્વિપ કર્યું હતું. ભારતે બીજો મેચ 7 વિકેટે જીત્યો હતો. જ્યારે પહેલો મેચ વરસાદમાં ધોવાયો હતો. ટોસ હારીને પહેલા બેટિંગમા ઉતરેલી ભારતીય ટીમે 6 વિકેટે 201 રન કર્યા હતા અને પછી શ્રીલંકાને 123 રને ઢેર કર્યું હતું. આ ભારતની શ્રીલંકા સામે 19 ટી20 મેચમાં 13મી જીત હતી. આ સાથે જ ભારતે દુનિયાભરની તમામ દિગ્ગજ ટીમને પાછળ છોડી દીધી છે. ભારતને શ્રીલંકા સામે 13 જીત મેળવવા માટે માત્ર 19 મુકાબલા રમવા પડયા છે. જ્યારે અન્ય ટીમોનો રેકોર્ડ ભારત કરતા ખરાબ છે. પાકિસ્તાનને ન્યૂઝિલેન્ડ અને શ્રીલંકા સામે 13-13 જીત નોંધાવવામાં 21-21 મુકાબલાની જરૂર પડી હતી. બીજી તરફ ઈંગ્લેન્ડે પણ ન્યૂઝિલેન્ડ સામે 13 જીત માટે 21 મેચ રમ્યા છે. જ્યારે અફઘાનિસ્તાને માત્ર 15 મેચમાં આયર્લેન્ડ સામે 12 મેચ જીત્યા છે.

© 2020 Saurashtra Trust

Developed & Maintain by Webpioneer