શનિવારે ત્રણ ગોઝારી દુર્ઘટનામાં 22 જણનાં મોત

અમારા પ્રતિનિધિ તરફથી
જૂનાગઢ/ બોઈસર/ વડોદરા, તા. 11 : આજે શનિવારે દેશમાં ત્રણ સ્થળે ગોઝારી દુર્ઘટનાઓ સર્જાઈ હતી. એક તરફ જૂનાગઢ જિલ્લામાં વિસાવદર નજીક ખાનગી ટ્રાવેલ કંપનીની સિટી રાઈડ ઊંધી વળી જતા છ જણ ઘટના સ્થળે જ મૃત્યુ પામ્યાં હતાં. જ્યારે બીજી તરફ વડોદરાના પાદરા તાલુકામાં ગાવાસડ ગામ નજીક ઔદ્યોગિક અને મેડિકલ ગૅસ બનાવતી કંપનીમાં ધડાકો થતાં આઠ જણા માર્યાં ગયાં હતાં. બોઈસરમાં એક ફૅકટરીમાં ધડાકો થતાં આઠ જણનાં મોત નીપજ્યાં હોવાના અહેવાલ હતા. ફૅકટરીના માલિક નટુભાઈ પટેલની હાલત અતિ ગંભીર હતી.

© 2020 Saurashtra Trust

Developed & Maintain by Webpioneer