પાદરામાં 3 કિ.મી. સુધી ધરતી ધ્રૂજતા ભૂકંપ જેવો અનુભવ થયો

વડોદરા, તા. 11 : એમ્સ ઓક્સિજન કંપનીમાં હાઇડ્રોજન અને નાઇટ્રોજનની બોટલો પણ રાખવામાં આવ્યા હોવાની માહિતી મળી છે. જેને કારણે બ્લાસ્ટ થયો હોવાનું જાણવા મળ્યું છે. જોકે આગ કયા કારણોસર લાગી તે હજુ સુધી જાણી શકાયુ નથી.   બ્લાસ્ટ એટલો તીવ્ર હતો કે, 3 કિ.મી સુધી ધરતી ધ્રૂજતા ધરતીકંપ જેવો અનુભવ થયો હતો અને ગવાસદ ગામમાં ઘરના બારી બારણા અથડાયા હતા અને વાસણો નીચે પડી ગયા હતા. આ ઉપરાંત બ્લાસ્ટનો અવાજ પણ સંભળાયો હતો અને કંપનીના પ્લાન્ટના પતરાની સાલિંગ તૂટી ગઇ હતી.
એમ્સ ઓક્સિજન કંપની દ્વારા કામદારો સેફ્ટીના સાધનો આપવામાં આવ્યા ન હતા. જેને કારણે કામદારોના શરીરના ફૂરચે ફૂરચા ઉડી ગયા હતા. આ ઉપરાંત કંપનીમાં ફાયર સેફ્ટીના ફાયર સેફ્ટીના સાધનો પણ નહોતા. દુર્ઘટના સવારે 10:55 વાગ્યાની આસપાસ બની હતી, પરંતુ તંત્રના કોઇ અધિકારીઓ કે, કંપનીના જવાબદાર અધિકારીઓ હજુ સુધી કંપનીમાં ફરક્યા નથી. જેને પગલે સ્થાનિક લોકોમાં રોષ જોવા મળ્યો હતો.
ઘટનાની જાણ થતાં જ પાદરા અને વડુ પોલીસ સ્થળ ઉપર દોડી ગઇ હતી અને આ મામલે તપાસ હાથ ધરી છે અને નજીકની કંપનીઓના ફાયરનો સ્ટાફ ઘટના પહોંચ્યો છે. આ ઉપરાંત પાદરાના ધારાસભ્ય જસપાલાસિંહ ઠાકોર પણ ઘટના સ્થળે દોડી ગયા હતા. જોકે ઘટનાના 3 કલાક બાદ બપોરે 2 વાગ્યે જીપીસીબીના અધિકારીઓ સ્થળ પર પહોંચ્યા છે. આ મામલે તપાસ શરૂ કરી છે.   ઘટનાની જાણ થતાં પાદરા અને ગવાસદ ગામના અગ્રણીઓ સ્થળ પર દોડી ગયા હતા. અને એમ્સ ઓક્સિજન કંપનીમાં મૃત્યુને ભેટેલા કામદારોના પરિવારો અને દાઝેલા કામદારોને યોગ્ય વળતર જાહેર કરવાની માંગ કરી હતી.
મૃતક મજૂરો : (1) ગુલાબસિંહ ફતેસિંહ રાઠોડ, (2) મફત બચુ પરમાર, (3) ફતેસિંહ મંગળસિંહ પઢિયાર, (4) વાઘાભાઈ લંકાભાઈ રાઠોડ, (5) અશોક માધાભાઈ પરમાર, (6) સંજયભાઈ, હજુ બે મૃતકોના નામ જાણવા મળ્યાં નથી.

© 2020 Saurashtra Trust

Developed & Maintain by Webpioneer