ઉદ્ધવ ઠાકરેનું સન્માન કરવા શિવસેના 23 જાન્યુઆરીએ સમારંભ યોજશે

મુંબઈ, તા. 11 (પીટીઆઈ) : શિવસેનાના સ્થાપક બાળાસાહેબ ઠાકરેની 23 જાન્યુઆરીએ જન્મતિથિના પ્રસંગે શિવસેના પક્ષપ્રમુખ અને મહારાષ્ટ્રના મુખ્ય પ્રધાન ઉદ્ધવ ઠાકરે માટે બાંદ્રામાં એમએમઆરડીએ ગ્રાઉન્ડ ખાતે સન્માન સમારંભ યોજશે.
સમારંભનું આયોજન કરનારા પરિવહન પ્રધાન અનિલ પરબે જણાવ્યું હતું કે એક દિવસ શિવસૈનિક મહારાષ્ટ્રના મુખ્ય પ્રધાન બનશે એવા શિવસેનાના સદ્ગત સુપ્રીમોને આપેલું વચન ઉદ્ધવ ઠાકરેએ પરિપૂર્ણ કર્યું હોવાથી દરેક જણ ખુશ છે.
શું સરકારમાં સાથી પક્ષો કૉંગ્રેસ અને એનસીપીના નેતાઓને સમારંભ માટે આમંત્રણ અપાશે એવું પુછાતા પરબે કહ્યું હતું કે વિગતો ઘડાઈ રહી છે.
યોગાનુયોગ, મહારાષ્ટ્ર નવનિર્માણ સેનાના વડા રાજ ઠાકરે પણ 23 જાન્યુઆરીએ તેમના પક્ષનું રાજ્ય સ્તરીય અધિવેશન યોજવાના છે અને રાજકીય ભાવિને પુનર્જિવિત કરવા નવા રોડમેપની જાહેરાત કરે એવી વકી છે.
તાજેતરમાં મહારાષ્ટ્રના ભૂતપૂર્વ મુખ્ય પ્રધાન અને ભાજપના વરિષ્ઠ નેતા દેવેન્દ્ર ફડણવીસ સાથે રાજ ઠાકરેએ મુલાકાત યોજ્યા બાદ એવી અટકળે નવી યુતિ રચાશે.

© 2020 Saurashtra Trust

Developed & Maintain by Webpioneer