કેન્દ્ર શૈક્ષણિક ફાળવણીમાં કાપ નહીં મૂકે

નાણાકીય ખાધ બજેટના અંદાજ કરતાં એક ટકો વધવાની સંભાવના
નવી દિલ્હી,તા. 11 : સત્તાવાર સરકારી ડેટાના જણાવ્યા મુજબ આ વર્ષની નાણાકીય ખાધ 2019-20ના વર્ષના અંદાજ કરતાં 119.8 ટકા વધીને રૂા. 8.07 લાખ કરોડ થઇ હતી. આ આંકડા નવેમ્બર 2019ના અંતના છે.
સરકારે વર્તમાન નાણાકીય વર્ષમાં નાણાકીય ખાધ રૂા. 7.03 લાખ કરોડ અંદાજી હતી અને તેને કુલ રાષ્ટ્રીય ઉપજ (જીડીપી)ના 3.3 ટકા સુધી સીમિત રાખવાનો નિર્ણય કર્યો હતો. પ્રથમ આગોતરા અંદાજ મુજબ આ ખાધ જીડીપીના 3.3 ટકાના બદલે 3.4 ટકા રહેવાનું અનુમાન છે.
કેન્દ્ર સરકાર શૈક્ષણિક હેતુ માટેના ભંડોળમાં રૂા. 3000 કરોડ ઘટાડવા માગે છે એવા માધ્યમોના અહેવાલો વચ્ચે સરકારે સ્પષ્ટતા કરી હતી કે શિક્ષણ એ રાજ્યોનો વિષય છે અને સરકારે તેમાં બહુ થોડુ ભંડોળ આપવાનું હે છે. વળી રૂા. 3000 કરોડનો કાપ એ દરિયામાં એક બિંદુ સમાન છે.
ગયા વર્ષના બજેટમાં નાણા પ્રધાન સુશ્રી નિર્મલા સીતારમણે શિક્ષણ ક્ષેત્ર માટે રૂા. 94854 કરોડની ફાળવણી કરી હતી જેમાં રૂા. 400 કરોડ વર્લ્ડ ક્લાસ હાયર એજ્યુકેશન ઇન્સ્ટિટયુટ સ્થાપવા માટે ફાળવવામાં આવ્યાં હતાં.

© 2020 Saurashtra Trust

Developed & Maintain by Webpioneer