સેબીએ એમએસઈને નવેસરથી નોટિસ ફટકારી

મુંબઈ, તા. 11 : માર્કેટ નિયામક સિક્યુરિટીઝ ઍન્ડ એક્સ્ચેન્જ બોર્ડ અૉફ ઇન્ડિયા (સેબી)એ નેશનલ સ્ટોક એક્સ્ચેન્જ (એનએસઈ)ને તેના ચીફ સ્ટ્રેટેજિક એડવાઇઝર નિમણૂકમાં કથિત ગેરરીતિ અને આચારસંહિતાના ભંગ બાબતે પૂરક નોટિસ મોકલી છે.
ગત 9મી અૉક્ટોબરે કારણદર્શક નોટિસ ફટકારવામાં આવ્યા બાદ 16મી ડિસેમ્બરે પૂરક નોટિસ એનએસઈને મોકલવામાં આવી હતી.
એનએસઈ આઈપીઓ લાવવાની તૈયારી કરી રહ્યું છે ત્યારે તેના ડ્રાફ્ટ અૉફર ડોક્યુમેન્ટ્સમાં કમ્પ્યુટર એ જ મૅનેજમેન્ટ સર્વિસીસ (સીએએમએસ) બાબતે ભૂતપૂર્વ એમડી અને સીઈઓ દ્વારા લેવાયેલા પગલાંનો ઉલ્લેખ આ નોટિસમાં કરવામાં આવ્યો છે.
ભૂતપૂર્વ એમડી અને સીઈઓ દ્વારા ચીફ સ્ટ્રેટેજિક એડવાઇઝર અને તેમના હોદ્દાને `ગ્રુપ અૉપરેટિંગ અૉફિસર અને એડવાઇઝર ટુ એમડી' તરીકે નવેસરથી તૈયાર કરવામાં થયેલી કથિત ગેરરીતિ અને આચારસંહિતાના ભંગ માટે 9 અૉક્ટોબર અને 16 ડિસેમ્બર 2019ના રોજ અનુક્રમે શો કોઝ નોટિસ અને સપ્લિમેન્ટરી નોટિસ બજાવવામાં આવી હતી.
આ સાથે નોટિસમાં ભૂતપૂર્વ એમડી અને સીઈઓ દ્વારા એનએસઈની આંતરિક માહિતી કથિત ત્રીજા પક્ષકારને આપવાનો આરોપ પણ આ નોટિસમાં મૂકવામાં આવ્યો છે.

© 2020 Saurashtra Trust

Developed & Maintain by Webpioneer