વોડાફોન, ઍરટેલ ગ્રાહકોને ઝટકો મિનિમમ રિચાર્જ મોંઘાં

નવી દિલ્હી, તા. 11 : વોડાફોન - આઈડિયા અને એરટેલના ગ્રાહકોને ઝટકો આપતા સમાચારમાં મિનિમમ રિચાર્જ પ્લાનમાં એરટેલે 24 રૂપિયા સુધી વધારો કર્યો છે, તો વોડાફોનના આ પ્લાન 45 રૂપિયાથી શરૂ થાય છે. એરટેલના 21 રૂપિયાવાળા મિનિમમ રિચાર્જ પ્લાન માટે હવેથી 45 રૂપિયા ચૂકવવા પડશે. કંપનીના આવા ત્રણ પલાન 45, 49 અને 79 રૂપિયામાં મળે છે. જેને સ્માર્ટ રિચાર્જ નામ અપાયું છે.
વોડાફોનના રિચાર્જ પ્લાન 39, 49 અને 79 રૂપિયામાં ઉપલબ્ધ છે, જેમાં 14થી 28 દિવસની વેલિડિટી મળે છે.
વોડાફોન 39 રૂપિયાના પ્લાનમાં 14 દિવસની વેલિડિટી સાથે 30 રૂપિયા અને 100 એમબી ડાટા આપે છે, તો 49 રૂપિયામાં 28 દિવસની વેલિડિટી, 38 રૂપિયા અને 100 એમબી ડાટા અપાય છે.

© 2020 Saurashtra Trust

Developed & Maintain by Webpioneer