મનસેને સંઘનું હિંદુત્વ માન્ય હશે તો ભાજપ સાથે આવશે એમ. જી. વૈદ્ય

મુંબઈ, તા. 11 : જો મહારાષ્ટ્ર નવનિર્માણ સેનાને સંઘનું હિંદુત્વ માન્ય હશે તો તેભાજપ સાથે આવશે, એવી પ્રતિક્રિયા રાષ્ટ્રીય સ્વંયસેવક સંઘ (આરએસએસ)ના જ્યેષ્ઠ પ્રચારક અને વિચારક માધવ ગોવિંદ વૈદ્યએ આપી છે. મનસેના પ્રમુખ રાજ ઠાકરેએ ભૂતપૂર્વ મુખ્ય પ્રધાન અને વિરોધી પક્ષ નેતા દેવેન્દ્ર ફડણવીસની મુલાકાત લીધી હોવાની ચર્ચા ચાલે છે. તેમ જ આ મુલાકાત બાદ મનસે અને ભાજપ એક થશે એવી અટકળો ચાલી રહી છે. આ જ પાર્શ્વભૂમિ પર એમ જી વૈદ્યએ મત વ્યક્ત કર્યો હતો. 
વૈદ્યે કહ્યું હતું કે, જો મનસેને સંઘનું હિંદુત્વ માન્ય હોય તો ભાજપની સાથે આવે. એમને ભાજપની ભૂમિકા સ્વીકાર્ય હોય અને સંઘની વ્યાપક હિંદુત્વની ભૂમિકા માન્ય હોય તો જ મનસે ભાજપ સાથે આવે. એક ખાનગી સમાચાર ચેનલને આપેલી મુલાકાતમાં એમ જી વૈદ્યે એમ પણ કહ્યંy હતું કે, બધા રાજ્યમાં સુધારિત નાગરિકત્વ કાયદો લાગુ કરવો જોઈએ. 

© 2020 Saurashtra Trust

Developed & Maintain by Webpioneer