તાનાજી સાવંત વિરુદ્ધ શિવસૈનિકોમાં રોષ, હકાલપટ્ટીની માગણી

મુંબઈ, તા.11 : શિવસેનાના વિધાનસભ્ય અને પૂર્વ પ્રધાન તાનાજી સાવંત વિરુદ્ધ શિવસૈનિકોમાં નારાજગી વધી રહી છે. મહાવિકાસ આઘાડીની સરકારમાં પ્રધાન ન બનાવાતા સાવંત નારાજ હતા અને મુખ્ય પ્રધાન ઉદ્ધવ ઠાકરે સાથેની વાતચીતમાં પણ તેમણે પોતાની રજૂઆત યોગ્ય રીતે નહોતી કરી.  બાદમાં સોલાપુર અને ઉસ્માનાબાદ જિલ્લા પરિષદની ચૂંટણીમાં પાર્ટી વિરુદ્ધ સાવંતે બંડ પોકાર્યું અને ભાજપ સાથે હાથ મિલાવ્યાના કારણે પાર્ટીને ફટકો પડયો તેથી શિવસૈનિકોમાં રોષ ભભૂકી રહ્યો છે. ઠાકરે મરાઠવાડાની મુલાકાતે ગયા ત્યારે પણ સાવંત કાર્યક્રમોમાં હાજર નહોતા રહ્યા, આનાં પગલે શિવસૈનિકોનો રોષ બેવડાઈ
રહ્યો છે. આજે માતોશ્રીમાં સોલાપુર અને ઉસ્માનાબાદ જિલ્લાના પાર્ટીના કાર્યકરોની બેઠકમાં પણ સાવંત ગેરહાજર રહ્યા તેથી તેમની હકાલપટ્ટીની માગણી કરાઈ હોવાના સમાચારો છે. જોકે, શિવસેનાના પ્રવક્તાએ કહ્યું હતું કે આજની બેઠકમાં સાવંત સંબંધી કોઈ વાતચીત નહોતી થઇ. 

© 2020 Saurashtra Trust

Developed & Maintain by Webpioneer