દેશભરમાં દર વર્ષે પાંચ લાખ માર્ગ અકસ્માતોમાં

દોઢ લાખ જેટલા લોકોનાં મૃત્યુ થાય છે : નીતિન ગડકરી
નાગપુર, તા.11 : દર વર્ષે દેશભરમાં લગભગ પાંચ લાખ માર્ગ અકસ્માતોમાં આશરે દોઢ લાખ લોકોનાં મૃત્યુ થાય છે એવી માહિતી કેન્દ્રના પરિવહન પ્રધાન નીતિન ગડકરીએ આપી હતી અને જણાવ્યું હતું કે માર્ગ અકસ્માતો અને મૃતકોની સંખ્યા ઘટાડવા પરિવહન મંત્રાલય દ્વારા કેટલાંય પગલાં લેવાયાં છતાં એમાં ઝાઝી સફળતા નથી મળી શકી. 
10-17 જાન્યુઆરી દરમિયાન દેશભરમાં પરિવહન મંત્રાલય દ્વારા માર્ગ સુરક્ષા સપ્તાહની ઉજવણી થઇ રહી છે, નાગપુરમાં આ ઉજવણીના એક કાર્યક્રમમાં હાજર ગડકરીએ અકસ્માતો અને મૃત્યુઆંકના આંકડા આપવા સાથે તેમાં ઘટાડાના પ્રયાસોને સફળતા ન મળી હોવાનું સ્વીકાર્યું હતું. ગડકરીએ કહ્યું હતું કે દોઢ લાખ લોકો માર્ગ અકસ્માતોમાં જીવ ગુમાવે છે અને અઢીથી ત્રણ લાખ લોકો ઇજા પામે છે. દુ:ખની વાત તો એ પણ છે કે મૃતકોમાં 62 ટકા લોકો 18-35 વયજૂથના હોય છે.

© 2020 Saurashtra Trust

Developed & Maintain by Webpioneer