નશો કરેલી હાલતમાં બસચાલકે બેફામ હંકારી અને અકસ્માત સર્જાયો

18ને ઇજા, પાંચની હાલત ગંભીર
જૂનાગઢ,તા. 11 : બસના મુસાફરો દબાઈ ગયા હતા. ગંભીર ઇજા થઇ હતી તેમાં બસચાલક સલીમ વલી મહમદ બ્લોચ (ઉ.40, રહે. વિસાવદર), વાલજીભાઈ પ્રેમજીભાઈ મોલડિયા (ઉ.65, રહે. લાલપુર), ભીખાભાઈ નાથાભાઈ જોગડિયા (ઉ.58, રે. જૂનાગઢ) અને શામજીભાઈ કાનજીભાઈ મકવાણા (ઉ.65, રહે. જીરા-ધારી)ના ઘટનાસ્થળે જ મૃત્યુ નિપજ્યા હતાં.
બનાવની જાણ થતાં આસપાસના ગ્રામ્યજનો તથા વિસાવદર પોલીસ દોડી આવી હતી અને બસના કાટમાળમાં તથા દૂર ફંગોળાયેલા ઇજાગ્રસ્ત 23 ઉતારૂઓને 108માં વિસાવદર હોસ્પિટલ ખસેડયા હતાં. ત્યાં પ્રાથમિક સારવાર બાદ વધુ સારવાર માટે જૂનાગઢમાં રીફર કરવામાં આવ્યા હતાં.
જૂનાગઢ હોસ્પિટલમાં સારવાર દરમિયાન નયનાબેન અમૃતલાલ વડેરા રહે. ચલાલા અને લાભુબેન ગોવિંદ (ઉ.50, રહે. વિસાવદર)ના મૃત્યુ થતાં આ દુર્ઘટનામાં મરણાંક છ થયો હતો. હજુ 18 લોકો જૂનાગઢ સિવિલ હોસ્પિટલમાં અને ત્રણ ખાનગી હોસ્પિટલમાં સારવાર લઇ રહ્યા છે.
ઉતારૂઓના જણાવ્યા મુજબ બસનો ચાલક નશો કરેલ હાલતમાં બસને બેફામ ચલાવતો હતો. વારંવાર બસ ધીમી ચલાવવાનું કહેવા છતાં પોતાની મસ્તીમાં ચલાવી કાળને આમંત્રણ આપ્યું હતું. આ સીટીરાઈડ બસ સૂર્યદિપ ટ્રાવેલ્સની હોવાનું જાણવા મળે છે.
આ અંગે વિસાવદર પોલીસે બસના ચાલક સામે ગુનો નોંધી તપાસ હાથ ધરી છે. બસ ઊંધી પડી ત્રણ-ચાર ગોથલિયા ખાતા બસનો કચ્ચરઘાણ નીકળી ગયો હતો.

© 2020 Saurashtra Trust

Developed & Maintain by Webpioneer