બોઈસરના વિસ્ફોટમાં માલિક પણ ગંભીર રીતે ઘાયલ

પાલઘર, તા. 11 (પીટીઆઈ) :  વિસ્ફોટ બાદની પરિસ્થિતિ કાબૂમાં લેવા પોલીસે સમગ્ર વિસ્તાર કોર્ડન કર્યો હતો જેથી રાહત અને બચાવ કામગીરીમાં કોઈ બાધા ન આવે. ફાયર બ્રિગેડે આગ બૂઝાવવી, કાટમાળ ખસેડવો તેમ જ ઇજાગ્રસ્તોને હૉસ્પિટલે પહોંચાડવા સહિતની કામગીરી શરૂ કરી હતી. એક સ્થાનિક પત્રકારે માહિતી આપી હતી કે પહેલા એવા અહેવાલ હતા કે કંપનીના માલિક નટુભાઇ પટેલનું આ વિસ્ફોટમાં મૃત્યુ થયું છે પરંતુ મોડી રાત્રે મળતી માહિતી પ્રમાણે ગંભીર હાલતમાં પટેલ સ્થાનિક તુંગા હૉસ્પિટલમાં સારવાર હેઠળ છે. વિસ્ફોટનું કારણ મોડી રાત્રી સુધી જાણવા નહોતું મળ્યું અને પોલીસે તપાસ હાથ ધરી છે.
થાણે : ફાયર એક્ષટિંગ્વિશરની નળી છટકતા મજૂરનું મૃત્યુ  
દરમિયાન થાણેના બદલાપુરમાં ફાયર એક્ષટિંગ્વિશરની નળી ઓચિંતી વછૂટતા એક મજૂરની છાતી ચીરાઇ જતા તેનું મૃત્યુ થયું હતું, એમ પોલીસે આજે જણાવ્યું હતું. બદલાપુર ફાયર સ્ટેશનના અધિકારી રમેશ પાટીલે આ વિચિત્ર અકસ્માતની વિગતો આપતા કહ્યું હતું કે અંબરનાથ-બદલાપુર રોડ પર વડવલી નાકા ખાતેની ઉદેકર ઇન્ડિયા ફાયર સર્વિસ કંપનીમાં આ મજૂર એક્ષટિંગ્વિશરમાં ગૅસ (ડ્રાય કેમિકલ પાઉડર) ભરી રહ્યો હતો ત્યારે અચાનક એક્ષટિંગ્વિશરની નળી છટકતા તેની છાતી સોંસરવી ઉતરી જતા તેનું મૃત્યુ થયું હતું. તેને તત્કાળ હૉસ્પિટલે લઇ જવાયો હતો, ડૉક્ટરોએ તેને મૃત ઘોષિત કર્યો હતો.
મોડી રાત્રે ફાયર બ્રિગેડે જણાવ્યું હતું કે આ ઘટનામાં આઠ વ્યક્તિનાં મૃત્યુ થયાં હતાં અને કેટલાક હજી સારવાર હેઠળ છે. કાટમાળ નીચે હવે કોઈ નથી અને પરિસ્થિતિ નિયંત્રણ હેઠળ છે.
મુખ્ય પ્રધાન ઉદ્ધવ ઠાકરેએ મૃતક દીઠ પાંચ લાખ રૂપિયાની સહાયની જાહેરાત કરી હતી અને મુખ્ય પ્રધાન કાર્યાલય તરફથી જણાવાયું હતું કે ઠાકરે પોતે આ રાહત અને બચાવ કામગીરીનું મોનિટરિંગ કરી રહ્યા છે. રાહત અને બચાવ કામગીરી માટે નેશનલ ડિઝાસ્ટર રિસ્પોન્સ ફોર્સની ટીમને પણ મોકલાવાઈ હતી.

© 2020 Saurashtra Trust

Developed & Maintain by Webpioneer