ગંગા શુદ્ધીકરણ પ્રોજેક્ટની વડા પ્રધાને કરી સમીક્ષા

ગંગા શુદ્ધીકરણ પ્રોજેક્ટની વડા પ્રધાને કરી સમીક્ષા
કાનપુર, તા. 14: ગંગા નદીના કાયાકલ્પ, રક્ષણ અને વ્યવસ્થાપન માટેની નેશનલ ગંગા કાઉન્સિલની પ્રથમ બેઠક વડા પ્રધાન નરેન્દ્ર મોદીના અધ્યક્ષપદે આજે અહીંની ચંદ્રશેખર આઝાદ યુનિ. ઓફ એગ્રિકલ્ચર અને ટેકનોલોજી ખાતે મળી હતી. બેઠકમાં કેન્દ્રિય જલશક્તિ મંત્રી ગજેન્દ્રસિંહ શેખાવત, યુપીના મુખ્યમંત્રી યોગી આદિત્યનાથ, ઉત્તરાખંડના મુખ્યમંત્રી ત્રિવેન્દ્રસિંહ રાવત અને બિહારના નાયબ સીએમ સુશીલકુમાર મોદી વ. ઉપસ્થિત રહ્યા હતા.ગંગા શુદ્ધિકરણના કામમાં થયેલી પ્રગતિની તેમણે સમીક્ષા કરી હતી અને ગંગા શુદ્ધ કરવાના પાસાંઓ વિશે વિચારવિમર્શ કર્યો હતો. ઉપરાંત તેમણે આ પવિત્ર નદી પરની યોજનાનો પ્રભાવ નિહાળવાના ઉદ્દેશથી અટલ ઘાટમાં મોટરબોટમાં બેસી ગંગાનું નિરીક્ષણ કર્યુ હતું. તે પહેલા તેમણે નમામિ ગંગે મિશનનું પ્રેઝન્ટેશન પણ જોયું હતું.

© 2020 Saurashtra Trust

Developed & Maintain by Webpioneer