ફારુક અબદુલ્લાની અટકાયત ત્રણ મહિના લંબાવાઈ

ફારુક અબદુલ્લાની અટકાયત ત્રણ મહિના લંબાવાઈ
શ્રીનગર, તા. 14 : જમ્મુ-કાશ્મીરના પૂર્વ મુખ્યમંત્રી અને નેશનલ કોન્ફરન્સના વડા ફારૂક અબ્દુલ્લાની અટકાયત શનિવારે ત્રણ મહિના માટે વધારી  નાખવામાં આવી છે. તેઓ પાંચમી ઓગસ્ટથી જ અટકાયતમાં છે, જે દિવસે જમ્મુ-કાશ્મીરમાં વિશેષ દરજ્જો હટાવી નાખવામાં આવ્યો હતો.
અધિકારીઓએઁ જણાવ્યું હતું કે, તેઓ પોતાનાં ઘરમાં જ રહેશે, જેને સબ જેલ જાહેર કરવામાં આવી છે. નોંધનીય છે કે, જમ્મુ કાશ્મીરમાંથી કલમ 370થી જોડાયેલી એ જોગવાઇને હટાવી નાખવામાં આવી છે, જેનાં અંતર્ગત તેને વિશેષ રાજ્યનો દરજ્જો મળ્યો હતો.

© 2020 Saurashtra Trust

Developed & Maintain by Webpioneer