નાગરિકત્વ સુધારા કાયદો સરકાર તૂટી પડવાનો ભય રાખશો નહીં

નાગરિકત્વ સુધારા કાયદો સરકાર તૂટી પડવાનો ભય રાખશો નહીં
અમારા દરવાજા ખુલ્લા છે : સેનાને ભાજપનું આહ્વાન
મુંબઈ, તા. 14 : નાગરિકત્વ સુધારા કાયદો રાજ્યમાં લાગુ કરો, સરકારનું પતન થશે એવો ભય રાખો નહીં. જરૂર પડશે તો અમે રાજકીય બાંધછોડ કરવા તૈયાર છીએ, એવું આહ્વાન ભાજપના નેતા આશિષ શેલારે શિવસેનાને ર્ક્યું છે. શુક્રવારે એબીપી માઝાને આપેલી મુલાકાતમાં ભૂતપૂર્વ મુખ્ય પ્રધાન દેવેન્દ્ર ફડણવીસે પણ જણાવ્યું હતું કે શિવસેના માટે અમારા દરવાજા કાયમ ખુલ્લા છે.
આશિષ શેલારે કહ્યું હતું કે નાગરિકત્વ સુધારા ખરડો દેશ અને રાજ્યના હિતમાં છે. આ કાયદાની મદદથી રાજ્યમાં પાકિસ્તાન અને બાંગ્લાદેશના ઘૂસણખોરોને ભગાડી શકાશે. આ ઘૂસણખોરો રાજ્યનું હિત કરી શકે નહીં. નિરાશ્રિત હિન્દુ, પારસી, ખ્રિસ્તી, શિખ, જૈન લોકોને નાગરિકત્વ મળે એ માટે કેન્દ્ર સરકાર પ્રયત્નશીલ છે. શિવસેનાએ પણ તેમાં સહયોગ આપવો જોઈએ.
આ કાયદો રાજ્યમાં લાગુ કરવા બદલ શિવસેના સમક્ષ કૉંગ્રેસે વિરોધ ર્ક્યો છે, પરંતુ મુખ્ય પ્રધાન ઉદ્ધવ ઠાકરેએ કૉંગ્રેસની વાત ગણકારવી જોઈએ નહીં. સરકાર તૂટી પડે એવી ભયથી આ કાયદાનો વિરોધ કરવો જોઈએ નહીં. શિવસેના દેશહિતની ભૂમિકામાં હોવી જોઈએ, એમ શેલારે જણાવ્યું હતું.
ગુરુવારે જાહેરસભામાં ભાજપની ટીકા કરી એ વિશે શેલારે કંઈ પણ બોલવાનો ઈનકાર ર્ક્યો હતો. ઉત્તર મહારાષ્ટ્રમાં ભાજપનો 12 સીટમાં પરાજય થયો હતો. શેલારે કહ્યું હતું કે આ 12 મતદાર ક્ષેત્રની મુલાકાત લઈને કેન્દ્રીય નેતાગીરીને વિગતવાર અહેવાલ મોકલાશે છે.

© 2020 Saurashtra Trust

Developed & Maintain by Webpioneer