આરેનાં વૃક્ષ કાપવાનો અધધધ ખર્ચ!

આરેનાં વૃક્ષ કાપવાનો અધધધ ખર્ચ!
એક ઝાડ પાછળ 13,434 રૂપિયા વેડફાયા
મુંબઈ, તા. 14 : ચારથી છ અૉક્ટોબર સુધીના ત્રણ દિવસ દરમ્યાન આરેમાં મેટ્રોના કારશેડ માટે લગભગ 2,011 વૃક્ષ કાપવામાં આવ્યા હતા. તે માટે અધધધ 2,70,16,898 રૂપિયા ખર્ચ કરવામાં આવ્યો હતો. એટલે કે પ્રત્યેક વૃક્ષ કાપવા પાછળ 13,434 રૂપિયા ખર્ચ્યા છે. માહિતી અધિકાર ધારા અંતર્ગત મળેલી માહિતીમાં આ આંચકાજનક માહિતી બહાર આવી હતી. 
આરેમાં ચોથી અૉક્ટરોબરે રાતોરાત મેટ્રોના કારશેડ માટે બે હજાર કરતા વધુ વૃક્ષો કાપવામાં આવ્યા. આ બાબતે અનેક ટીકા પણ થઈ અને પર્યાવરણ પ્રેમીઓએ આંદોલન પણ કર્યું હતું. આ વૃક્ષો કાપવાના ખર્ચની વિગતો મેળવવા માટે માહિતી અધિકાર કાર્યકર્તા આનંદ ભંડારેએ મુંબઈ મેટ્રો રેલવે કોર્પોરેશન લિમિટેડ (એમએમઆરસીએલ) ને પુછયું ત્યારે ખબર પડી કે ભારે ખર્ચ કરવામાં આવ્યો છે. ચારથી છ અૉક્ટોબર દરમ્યાન ત્રણ દિવસોમાં 2,70,16,898 રૂપિયાના ખર્ચે 2,011 વૃક્ષો કાપવામાં આવ્યા હતા.
પ્રત્યેક વૃક્ષ કાપવા પાછળ 13,434 રૂપિયા ખર્ચ્યા છે. એમએમઆરસીએલએ વૃક્ષો કાપવા પાછળ ભારે ખર્ચ કર્યો હોવાનું આ વાત પરથી પુરવાર થાય છે. 

© 2020 Saurashtra Trust

Developed & Maintain by Webpioneer