આજથી ભારત-વિન્ડિઝ વચ્ચે વન-ડે શ્રેણીની શરૂઆત

આજથી ભારત-વિન્ડિઝ વચ્ચે વન-ડે શ્રેણીની શરૂઆત
કેરેબિયન ટીમ સામે સતત 10 વન-ડે શ્રેણી જીતવાનું ભારતનું લક્ષ્ય : ભુવનેશ્વર અને ધવનની ગેરહાજરી વર્તાશે
ચૈન્નઈ, તા. 14 : ભારત રવિવારે વેસ્ટ ઈન્ડિઝ સામે શરૂ થઈ રહેલા ત્રણ મેચની વનડે શ્રેણીમાં જીતના પ્રબળ દાવેદાર તરીકે અભિયાન શરૂ કરશે અને ભારતની નજર વેસ્ટ ઈન્ડિઝ સામે સતત 10 દ્વિપક્ષીય વનડે શ્રેણીમાં જીત મેળવવાના રેકોર્ડ ઉપર પણ હશે. જો કે મેચ દરમિયાન વરસાદ વિઘ્ન બને તેવી પણ સંભાવના વ્યક્ત કરવામાં આવી રહી છે. વેસ્ટ ઈન્ડિઝ સામે ભારતને  ભુવનેશ્વર કુમાર અને ઓપનિંગ બેટ્સમેન શિખર ધવનની કમી અનુભવાશે. ભુવનેશ્વરને ગ્રોઈન ઈજા પહોંચી છે. જ્યારે ધવન સૈયદ મુશ્તાક ખલી ટ્રોફી દરમિયાન થયેલી ઈજાથી હજી સુધી બહાર આવી શક્યો નથી. 
આઈપીએલમાં ચૈન્નઈ સુપર કિંગ્સ માટે રમતા શાર્દુલ ઠાકુરને ઈજાગ્રસ્ત ભુવનેશ્વર કુમારના વિકલ્પ તરીકે ભારતીય ટીમમાં સામેલ કરવામાં આવ્યો છે. મુંબઈમાં ઓપનિંગ બેટ્સમેન રોહિત શર્મા, લોકેશ રાહુલ તેમજ કેપ્ટન કોહલીની શાનદાર ઈનિંગથી ટી20 શ્રેણી જીત્યા બાદ ભારતીય ટીમ પુરી લયમાં છે. ધવનની ગેરહાજરીમાં વનડેમાં પણ ઈનિંગની શરૂઆત કરવાની જવાબદારી રોહિત અને રાહુલને સોંપવામાં આવી શકે છે. આ ઉપરાંત મયંક અગ્રવાલને ટીમમાં શિખર ધવનના વિકલ્પ તરીકે સામેલ કરવામાં આવ્યો છે. કર્ણાટકનો બેટ્સમેન ટેસ્ટ ક્રિકેટમાં શાનદાર ફોર્મમાં હતો અને ડિંડીગુલમાં તામિલનાડુ સામેની રણજી ટ્રોફી મેચ બાદ ટીમમાં સામેલ થયો હતો.
શ્રેયસ અય્યર પણ ટીમમાં તકનો ફાયદો ઉઠાવવામાં સફળ રહ્યો છે અને આશા છે ઁ કે તેને ચોથા ક્રમાંકે યથાવત રાખવામાં આવશે. ટીમમો ચોથો નંબર છેલ્લા અમુક સમયથી ચર્ચાનો વિષય રહ્યો છે. અંબાતી રાયુડૂ અને વિજય શંકર સહિતના ખેલાડીઓને ચોથા ક્રમ માટે અજમાવવામાં આવ્યા છે. ત્યારબાદ શ્રેયસ અય્યરે ચોથા ક્રમાંકે સ્થાન નિશ્ચિત કરવાનો પ્રયાસ કર્યો હતો. ટીમમાં લોકોની નજર વિકેટકિપર બ્ટેસમેન ઋષભ પંત ઉપર પણ રહેશે. પંત વિકેટ પાછળ અને બેટથી નોંધપાત્ર પ્રદર્શન કરવામાં નિષ્ફળ રહ્યો છે અને સતત ટિકા થઈ રહી છે. 
બીજી તરફ વેસ્ટ ઈન્ડિઝને આશા છે કે અંતિમ ટી20મા ફિલ્ડિંગ દરમિયાન ઈજાગ્રસ્ત થયેલો આક્રમક ઓપનિંગ બેટ્સમેન ઈવિન લુઈસ વનડેમાં રમી શકશે. વેસ્ટ ઈન્ડિઝના ખેલાડીઓને આક્રમક શરૂઆત કર્યા બાદ વિકેટ બચાવવા માટે પણ મહેનત કરવી પડશે. જ્યારે વિન્ડિઝના મિડલ ઓર્ડરને તોડવા માટે ભારત ચહલ, યાદવની સ્પીન જોડીને તક આપી શકે છે. 

© 2020 Saurashtra Trust

Developed & Maintain by Webpioneer