ધોની ટી-20 વિશ્વકપમાં રમશે બ્રાવો

ધોની ટી-20 વિશ્વકપમાં રમશે બ્રાવો
આંતરરાષ્ટ્રીય ક્રિકેટમાં વાપસીના એલાન બાદ બ્રાવોએ ધોનીને લઈને આપ્યું નિવેદન
ચૈન્નઈ, તા. 14 : પૂર્વ ભારતીય કેપ્ટન એમએસ ધોનીના ભવિષ્યને લઈને સતત અટકળો લાગી રહી છે. તેવામાં ધોનીની નિવૃત્તિને લઈને ચૈન્નઈ સુપર કિંગ્સના સાથી અને દિગ્ગજ કેરેબિયન ઓલરાઉન્ડર ડ્વેન બ્રાવોનું નિવેદન સામે આવ્યું છે. બ્રાવોના કહેવા પ્રમાણે પૂર્વ ભારતીય બેટ્સમેન મહેન્દ્ર સિંહ ધોની આગામી વર્ષે ટી20 વિશ્વકપમાં રમશે જ અને તેમાં શંકાને કોઈ સ્થાન નથી. 
બ્રાવોએ કહ્યું હતું કે, ધોનીએ ક્યારેય સંન્યાસ લીધો નથી. એટલે લાગે છે કે વિશ્વ ટી20મા સામેલ થશે. ધોનીએ ક્રિકેટ બહારની બાબતોને પણ પ્રભાવિત થવા દીધી નથી અને હંમેશા પોતાની ક્ષમતા ઉપર ભરોસો રાખવાની શીખ આપી છે. ઉલ્લેખનિય છે કે વેસ્ટ ઈન્ડિઝ ક્રિકેટ બોર્ડ સાથે મતભેદોના કારણે રમતને અલવીદા કહેનારા ડ્વેન બ્રાવોએ શુક્રવારે આંતરરાષ્ટ્રીય ક્રિકેટમાં વાપસીનું એલાન કર્યું હતું. બ્રાવોએ વાપસી અંગે કહ્યું હતું કે, વેસ્ટ ઈન્ડિઝ ક્રિકેટ બોર્ડની સત્તામાં આવેલા પરિવર્તનના કારણે વાપસી કરવાનો નિર્ણય કર્યો હતો. પૂર્વ ટીમ મેનેજર રિકી સ્કેરિટ હવે ડેવ કેમરનની જગ્યાએ બોર્ડ અધ્યક્ષ બન્યા છે. 

© 2020 Saurashtra Trust

Developed & Maintain by Webpioneer