ડેવિડ વોર્નરે ટેસ્ટ ક્રિકેટમાં પૂરા કર્યા 7000 રન

ડેવિડ વોર્નરે ટેસ્ટ ક્રિકેટમાં પૂરા કર્યા 7000 રન
પર્થ, તા. 14 : ઓસ્ટ્રેલિયાના અનુભવી ઓપનિંગ બેટ્સમેન ડેવિડ વોર્નરે ટેસ્ટ મેચમાં 7000 રન પૂરા કરી લીધા છે. વોર્નરે ન્યૂઝિલેન્ડ સામેના ટેસ્ટ મેચના ત્રીજા દિવસે શનિવારે 82મા ટેસ્ટમાં મુકામ મેળવ્યો હતો. આ સાથે જ 7000 કે તેથી વધુ રન કરનારા 12મો ઓસ્ટ્રેલિયન બેટ્સમેન બન્યો છે. વોર્નરે 151 ઈનિંગમાં 48.65ની સરેરારથી 7000 રન કર્યા છે. જેમાં 23 સદી અને 30 અર્ધસદીનો સમાવેશ થાય છે. વોર્નરનો સર્વોચ્ચ વ્યક્તિગત સ્કોર 335 રન છે. જે ગયા મહિને પાકિસ્તાન સામે નોંધાવ્યો હતો. રિકી પોન્ટિંગે 168 ટેસ્ટ મેચમાં ઓસ્ટ્રેલિયા તરફથી સૌથી વધારે 13,378 રન કર્યા છે. ત્યારબાદ એલન બોર્ડરે 11174 અને સ્ટીવ વોનો 10927 રન સાથે નંબર આવે છે. ટેસ્ટ ક્રિકેટમાં સૌથી વધારે રન કરવાના મામલામાં ડેવિડ વોર્નરે ડોન બ્રેડ મેનને પાછળ છોડયા છે. પૂર્વ ઓસ્ટ્રેલિયન દિગ્ગજે 82 ટેસ્ટ મેચ રમીને 6996 રન કર્યા હતા. જ્યારે વોર્નરના નામે 7000થી વધારે રન થયા છે. 

© 2020 Saurashtra Trust

Developed & Maintain by Webpioneer