કારગિલ યુદ્ધ સમયે એક દેશે ભારતને વેચ્યો 30 વર્ષ જૂનો દારૂગોળો?

ચંડીગઢ, તા. 14 : કારગિલ યુદ્ધના 20 વર્ષ પછી પણ તેનાથી જોડાયેલાં નવાં-નવાં તથ્યો બહાર આવવાનું જારી છે. ભારતીય સેનાના તત્કાલીન પ્રમુખ જનરલ (નિવૃત્ત) વી. પી. મલિકે દાવો કર્યો હતો કે, કારગિલ યુદ્ધ સમયે ભારતને વિદેશથી શસ્ત્રો અને દારૂગોળો મગાવવે પડયો હતો, પરંતુ આ દેશોએ મદદ કરવાની જગ્યાએ બજારકિંમતથી પણ વધુ પૈસા વસૂલ્યા હતા અને ત્રણ વર્ષ જૂનાં સેટેલાઇટ ચિત્રો આપ્યાં હતાં. 
જનરલ મલિકે `મેક ઈન ઈન્ડિયા' પરના એક કાર્યક્રમમાં કહ્યું હતું કે, કારગિલ યુદ્ધ દરમિયાન ભારતને શસ્ત્રો અને દારૂગોળાની સખત જરૂર હતી, પરંતુ આ દેશોએ મદદના નામે હલકી ગુણવત્તાની સામગ્રી આપી હતી.
તેમણે કહ્યું, કારગિલ યુદ્ધના સમયમાં દરેક ખરીદી, પછી ભલે તે કોઈ પણ દેશમાંથી કરવામાં આવી હોય, તેઓએ  ભારતનું શક્ય તેટલું શોષણ કર્યું હતું. જ્યારે અમે એક દેશ પાસેથી કેટલીક તોપો માગી ત્યારે તેણે શરૂઆતમાં તે આપવાનું વચન આપ્યું હતું, પરંતુ પાછળથી તેણે જૂની તોપોની મરંમત કરી અને ભારતને આપી દીધી હતી.

© 2020 Saurashtra Trust

Developed & Maintain by Webpioneer