ટ્રમ્પના બે કલાકમાં 123 ટ્વીટ આ વાજબી નથી

વોશિંગ્ટન, તા.14: અમેરિકી પ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પે તેમની સામે તોળાતી ઈમ્પીચમેન્ટ (મહાભિયોગ)ની કારવાઈના આરોપો મૂકવાનું  પ્રતિનિધિગૃહની અદાલતી સમિતિએ બે દિવસમાં કુલ  14 કલાક ચાલેલી પ્રદીર્ઘ બેઠકમાંની ચર્ચા બાદ મતદાન કર્યુ હતું. સમિતિના નિર્ણય સામે બે કલાકમાં, વિક્રમજનક સંખ્યામાં, 123 વાર ટવીટ કર્યા હતા.
ટ્રમ્પે ટવીટ કર્યુ હતું કે `મેં કશું જ ખોટું નથી કર્યુ છતાં મને ઈમ્પીચ કરવામાં આવી રહ્યો છે તે વાજબી નથી. ડેમોક્રેટ્સ ઘૃણા કરતો પક્ષ બની ગયો છે. તેઓ આપણા દેશ માટે ખૂબ ખરાબ છે.  ડેમોક્રેટિક નેતાગીરીવાળા દુષ્ટ પ્રતિનિધિગૃહ તળે તો આપણા તમામ પ્રમુખો ઈમ્પીચ થાય. દેશના ઈતિહાસમાં સૌથી સારુ અર્થતંત્ર સર્જ્યું છે, આપણી મિલિટરીની પુન: રચના કરી છે. વી.એ. (ચોઈસ) નિશ્ચિત કર્યુ છે. વેરાઓ અને રેગ્સમાં કાપ મૂકયા છે. તમારા દ્વિતીય એ-ની રક્ષા કરી છે.

© 2020 Saurashtra Trust

Developed & Maintain by Webpioneer