વિદેશી હૂંડિયામણની અનામત 453 અબજ ડૉલરની ઉચ્ચત્તમ સપાટીએ

મુંબઈ, તા. 14 : દેશની વિદેશી હૂંડિયામણની અનામતે 6 ડિસેમ્બર, '19ના પૂરા થયેલા સપ્તાહ માટે 2.342 અબજ ડૉલર વધીને 453.422 અબજ ડૉલરની સૌથી ઊંચી સપાટી બનાવી હતી. જે તેના આગલા સપ્તાહમાં 2.484 અબજ ડૉલર વધીને 451.08 અબજ ડૉલર રહી હતી, એમ રિઝર્વ બૅન્ક અૉફ ઇન્ડિયાના આંકડા પરથી જાણવા મળે છે.
સૂચિત સપ્તાહે હૂંડિયામણની અનામત વધવા માટે વિદેશી ચલણોની અસ્ક્યામતમાં વૃદ્ધિ કારણ ગણાય છે. જે 1.891 અબજ ડૉલર વધીને 421.258 અબજ ડૉલર નોંધાઈ હતી.

© 2020 Saurashtra Trust

Developed & Maintain by Webpioneer