21 મહત્ત્વની દવાઓના ભાવમાં 50 ટકા જેટલો થશે વધારો

નવી દિલ્હી, તા. 14 : એન્ટિબાયોટિક, એન્ટિ એલર્જિક, મેલેરિયા અને વિટામિન-સીની દવાઓનો દર વધી રહ્યો છે. કેન્દ્ર સરકારે 21 મહત્ત્વની દવાઓનાં મહત્તમ ભાવમાં 50 ટકા વધારાને મંજૂરી આપી હતી. દવાઓના ભાવ માટેની નિયંત્રક સંસ્થા એનપીએએ શુક્રવારે કહ્યું કે, 21 મહત્ત્વની દવાઓની મહત્તમ ભાવમર્યાદામાં એકવારમાં જ 50 ટકાનો ભાવવધારો કરવામાં આવી શકે છે. ભાવમર્યાદાનું નિર્ધારણ સરકાર કરે છે, જો કે, દવાઓની કિંમત કંપની દ્વારા બજારના આધારે કરવામાં આવે છે. ફાર્મા ક્ષેત્ર લાંબા સમયથી ભાવ વધારાની માંગ કરતું હતું.

© 2020 Saurashtra Trust

Developed & Maintain by Webpioneer