છાયાપુરી સેટેલાઇટ રેલવે સ્ટેશનનું લોકાર્પણ 13 ટ્રેનોને સ્ટોપેજ

અમારા પ્રતિનિધિ તરફથી
વડોદરા, તા, 14 : વડોદરાના છાયાપુરી સેટેલાઇટ રેલવે સ્ટેશનનું રેલવે રાજ્યપ્રધાન સુરેશ અંગડીના હસ્તે લોકાર્પણ કરવામાં આવ્યું હતું. આ પ્રસંગે તેઓએ જણાવ્યું કે, હવે વડોદરાના વિશ્વામિત્રી અને પ્રતાપનગર રેલવે સ્ટેશનને સેટેલાઇટ રેલવે સ્ટેશન બનાવવામાં આવશે. 
છાયાપુરી સેટેલાઇટ રેલવે સ્ટેશન શરૂ થતાં 17 ડિસેમ્બરથી 13 ટ્રેનો ઊભી રહેશે. જેથી વડોદરા રેલવે સ્ટેશન ઉપર ભારણ ઓછું થશે. આ પ્રસંગે મેયર ડૉ. જિગીશાબહેન શેઠ, સાંસદ રંજનબહેન ભટ્ટ, વિધાનસભા અધ્યક્ષ રાજેન્દ્ર ત્રિવેદી, ધારાસભ્યો અને રેલવેના અધિકારીઓ સહિત મહાનુભાવો ઉપસ્થિત રહ્યાં હતાં. 
આ 13 ટ્રેનો છાયાપુરી સ્ટેશને ઊભી રહેશે : અમદવાદ-દરભંગા સાબરમતી એક્સ્પેસ, અમદાવાદ-વારાણસી સાબરમતી એક્સ્પેસ, અમદાવાદ-પટણા અજીમાબાદ સુપરફાસ્ટ એક્સ્પેસ, અમદવાદ-દિલ્હી સંપર્કક્રાંતિ એક્સ્પેસ, સોમનાથ-જબલપુર એક્સ્પેસ (વાયા ઇટારસી), સોમનાથ-જબલપુર એક્સ્પેસ (વાયા બીના), ગાંધીનગર-ઇન્દોર એક્સ્પેસ, ઓખા-નાથદ્વારા એક્સ્પેસ, જામનગર-વૈષ્ણોદેવી કટરા સુપરફાસ્ટ એક્સ્પેસ, હાપા-વૈષ્ણોદેવી કટરા સર્વોદય સુપરફાસ્ટ એક્સ્પેસ, ગાંધીધામ-વૈષ્ણોદેવી કટરા સર્વોદય સુપરફાસ્ટ એક્સ્પેસ, ઓખા-ગોરખપુર એક્સ્પેસ, અમદાવાદ-પટના એક્સ્પેસ.

© 2020 Saurashtra Trust

Developed & Maintain by Webpioneer