જયંત પાટીલ અને છગન ભુજબળનાં કેટલાંક ખાતાંની અદલાબદલી

મુંબઈ, તા. 14 : મહારાષ્ટ્રના મુખ્ય પ્રધાન ઉદ્ધવ ઠાકરેએ ગત ગુરુવારે ખાતાઓની વહેંચણી કરી હતી. ત્યારે રાષ્ટ્રવાદી કૉંગ્રેસના પ્રધાન જયંત પાટીલ અને છગન ભુજબળને ફાળવવામાં આવેલા ખાતાઓમાંથી કેટલાક ખાતાઓની શનિવારે મુખ્ય પ્રધાને અદલાબદલી કરી હતી. 
12 ડિસેમ્બરે થયેલી ખાતાઓની વહેંચણી પ્રમાણે જયંત પાટીલને નાણાં અને આયોજન, હાઉસિંગ, જાહેર આરોગ્ય, સહકાર, અન્ન અને નાગરિક પુરવઠો, લધુમતી કલ્યાણ મંત્રાલય વગેરે ખાતા આપવામાં આવ્યા હતા. જ્યારે છગન ભુજબળને સિંચાઈ, ગ્રામ્ય વિકાસ, સામાજિક ન્યાય, આબકારી જકાત, કૌશલ્ય વિકાસ, અન્ન અને ઔષધ વહીવટ વગેરે ખાતાઓ સોપવામાં આવ્યા હતા, પરંતુ આજે મુખ્ય પ્રધાનની અૉફિસમાંથી આવેલા નિવેદનમાં બન્નેના કેટલાક ખાતાઓની અદલાબદલી કરાઈ હતી. નિવેદન પ્રમાણે સિંચાઈ ખાતું પાટીલને આપવામાં આવ્યું હતું. જ્યારે ભુજબળને અન્ન અને નાગરિક પુરવઠો, લઘુમતી કલ્યાણ મંત્રાલય અને ગ્રાહક સંરક્ષણ ખાતું સોંપવામાં આવ્યું હતું. 

© 2020 Saurashtra Trust

Developed & Maintain by Webpioneer