જીએસટીના વળતરની રકમ નહીં ચૂકવાય તો કેન્દ્ર અને રાજ્ય સરકારોના

સંબંધો વણસશે શિવસેનાની ચેતવણી
મુંબઈ, તા.14 : મોદી સરકાર જીએસટીનું વળતર ચૂકવવામાં નિષ્ફળ રહેશે તો કેન્દ્ર અને રાજ્યો વચ્ચે આર્થિક વિવાદ ભડકશે, એવી ચેતવણી આજે શિવસેનાએ આપી છે. શિવસેનાએ એવો આક્ષેપ પણ કર્યો હતો કે હાલમાં દેશની નબળી આર્થિક સ્થિતિ માટે કેન્દ્રનું રાજકારણ જવાબદાર છે.
શિવસેનાએ તેના મુખપત્ર `સામના'ના તંત્રી લેખના માધ્યમથી જણાવ્યું હતું કે જીએસટીના અમલથી રાજ્યોને થતાં કરના નુકસાનના વળતર માટે પચાસ હજાર કરોડ રૂપિયા આપવાનું કેન્દ્રએ વચન આપેલું છે. પરંતુ છેલ્લા ચાર મહિનાથી રાજ્યોને આ રકમ ચૂકવવામાં નથી આવી.
કેન્દ્રએ રાજ્યોને આ રકમ ચૂકવવાની છે અને તેમાં વધુ વિલંબ કરવાથી રાજ્યોની આર્થિક હાલત વધુ ખરાબ થશે. જો તેમના અધિકારની રકમ ન મળે તો તમામ રાજ્યોએ કેન્દ્ર સામે અવાજ ઉઠાવવો જોઇએ.

© 2021 Saurashtra Trust

Developed & Maintain by Webpioneer