અમેરિકા-ચીનની દોઢ વર્ષની ટ્રેડ વૉર સમાપ્ત

બીજિંગ, તા. 14: અમેરિકા અને ચીન વચ્ચે 18 માસથી ચાલતી આવેલી ટ્રેડ વોર સમાપ્તિની અણી પર છે, બલકે ખત્મ થયાનું ય કહી શકાય. બેઉ દેશો વચ્ચેના વ્યાપાર કરારના પ્રથમ તબકકાની વાટાઘાટમાં સહમતિ સધાઈ ચૂકી છે. ચીની સરકારી મીડિયાએ જણાવ્યુ હતું કે આ કરાર સમાનતા અને પરસ્પર સમ્માનના સિદ્ધાંત પર આધારિત છે. આ ટ્રેડ વોરના કારણે વૈશ્વિક અર્થવ્યવસ્થા ખાસી માઠી અસર થઈ હતી. 
અમેરિકા-ચીન વચ્ચેની વ્યાપાર સમજૂતિના સમાચારો ફેલાતાં દુનિયાએ રાહતનો શ્વાસ લીધો છે. શેરબજારોએ ઉછાળા સાથે તેનું સ્વાગત કર્યુ છે. માત્ર અમેરિકા જ નહીં ભારત સહિત અનેક એશિયાઈ બજારોમાં આ સમાચારોને પગલે તેજી જોવા મળી હતી. અમેરિકી વ્યાપાર પ્રતિનિધિ રોબર્ટ લાઈટહાઈઝરે, એગ્રીમેન્ટ પર બેઉ દેશોએ સહી કર્યાનું દર્શાવતા લેખિત દસ્તાવેજો મીડિયાને બતાવી જણાવ્યં હતું કે બેઉ દેશોએ મહત્વપૂર્ણ કદમ ઉઠાવ્યું છે. અનેક મહત્વપૂર્ણ મુદ્દા હજી બાકી છે, જેના પર આગામી દિવસોમાં ચર્ચા થશે.

© 2020 Saurashtra Trust

Developed & Maintain by Webpioneer