કેરળના કૉંગ્રેસી સાંસદ અને ઓવૈસી સહિત ડઝનેક જણાએ

નાગરિકતા ધારાને સુપ્રીમમાં પડકાર્યો
 
નવી દિલ્હી, તા. 14: નાગરિકત્વ (સુધારા) ધારા, 2019ને પડકારતી અરજી કેરળના થ્રિસુરના સાંસદ ટી.એન.પ્રથાપને સર્વોચ્ચ અદાલતમાં કરી છે. ધારાની જોગવાઈઓ અને કેટલાક અન્ય સેકશન્સ, સતામણીનો ભોગ બનેલા-ભારતમાં આવેલા- તમામ પીડિતોને લાગુ કરવાની દોરવણી સરકારને આપવામાં આવે એવી માગણી અરજીમાં કરવામાં આવી છે.  આ ધારાના ખરડાની કોપી સંસદમાં ફાડનાર એઆઈએમઆઈએમના નેતા અસદુદ્દીન ઓવૈસી, આસામના વિપક્ષી નેતા દેવવ્રત સાઈકિયા અને બારપેટાના લોકસભા સાંસદ અબ્દુલ ખાલિકે ય ધારા સામે અદાલતમાં અરજીઓ કરી છે. ધારાની કાયદેસરતાને પડકારતી ડઝનથી વધુ અરજીઓ સર્વોચ્ચ અદાલતમાં ઓલરેડી નોંધાયેલી છે.

© 2020 Saurashtra Trust

Developed & Maintain by Webpioneer