લંડન બ્રિજ પર હુમલો કરનાર આતંકવાદી ઉસ્માન પાકિસ્તાની છે

લંડન બ્રિજ પર હુમલો કરનાર આતંકવાદી ઉસ્માન પાકિસ્તાની છે
લંડન, તા. 30 :  બ્રિટનના ઐતિહાસિક લંડન બ્રિજ નજીક ગઇકાલે શુક્રવારે થયેલા ચાકુથી હુમલામાં સામેલ સંદિગ્ધ આતંકવાદી ઉસ્માન ખાનનો સંબંધ પાકિસ્તાન સાથે છે, તેવું જાણવા મળ્યું છે. આ ઘટના આતંકવાદી હુમલાની હતી, જેમાં બે જણનાં મોત થયાં હતાં.
ઉસ્માન 10 વરસ પહેલાં ત્રણ જેહાદી સાથી સાથે પાકિસ્તાન ગયો હતો. તેણે પાક કબજાગ્રસ્ત કાશ્મીર (પીઓકે)માં એક આતંકવાદી તાલીમ કેમ્પ સ્થાપવાની નાપાક યોજના ઘડી હતી.
બ્રિટિશ અદાલતે 2012માં પણ ઉસ્માનને આતંકી ગતિવિધિઓમાં સંડોવણીનો અપરાધી ઠરાવ્યો હતો. કાલની ઘટનામાં સ્કોટલેન્ડ યાર્ડે નકલી વિસ્ફોટક જેકેટ પહેરેલા એક સંદિગ્ધને સ્થળ પર જ ઠાર મરાયો હોવાનું જણાવ્યું હતું.
લંડન બ્રિજ એ વિસ્તારમાંથી એક છે, જ્યાં જૂન-2017માં આઇએસના આતંકવાદી હુમલામાં 11 જણે જાન ગુમાવ્યા હતા. શુક્રવારના હુમલામાં સામેલ ઉસ્માન આતંકી જૂથ અલ-કાયદાની વિચારધારાથી પ્રભાવિત હતો.
નીધરલૅન્ડ્સના ધ હેગમાં પણ ત્રણ યુવાનને છરી હુલાવાઈ
શહેરના મુખ્ય શોપિંગ વિસ્તારમાં ત્રણ યુવાનને છરી હુલાવનારા હુમલાખોરને શોધવા માટે ડચ પોલીસે શનિવારે મોટાપાયે શોધખોળ શરૂ કરી હતી.
આતંકવાદના ગુના બદલ તકસીરવાર ઠેરાવાયેલા એક ભૂતપૂર્વ કેદી દ્વારા કથિતપણે લંડનમાં બે વ્યક્તિની છરી હુલાવીને હત્યાના બનાવના થોડા કલાકો બાદ આ ઘટના સર્જાવાથી ધ હેગમાં ગભરાટ સર્જાયો હતો.
સિટી સેન્ટરના ગ્રોત માર્કત્રાતમાં એક ડિપાર્ટમેન્ટ સ્ટોરમાં યુવાનોને છરી હુલાવીને પુરુષ હુમલાખોર નાસી છૂટયો હતો, એમ પોલીસની મહિલા પ્રવક્તા મારિજે કુપિયરે જણાવ્યું હતું.

© 2020 Saurashtra Trust

Developed & Maintain by Webpioneer