ભારત-જાપાન વચ્ચે ટૂ પ્લસ ટૂ મંત્રણા

ભારત-જાપાન વચ્ચે ટૂ પ્લસ ટૂ મંત્રણા
મહત્ત્વના જળ વિસ્તારોમાં સુરક્ષા વધારવા બંને દેશ સંમત
નવી દિલ્હી, તા. 30: ભારત અને જાપાનની વચ્ચે યોજાનાર `ટૂ પ્લસ ટૂ ચર્ચા' અંતર્ગત જાપાનના વિદેશ પ્રધાન તોશિમિત્લુ મોટેગી અને જાપાનના સંરક્ષણપ્રધાન ટારો કોનોએ આજે વડાપ્રધાન નરેન્દ્ર મોદીની મુલાકાત લીધી હતી. વડાપ્રધાને આ મુલાકાત બાદ જણાવ્યું હતું કે હિંદ મહાસાગરમાં શાંતિ, સમૃદ્ધિ અને સ્થિરતાની મુખ્ય ચાવી ભારત-જાપાન સંબંધ છે.
વડાપ્રધાન મોદીએ કહ્યું કે તેઓ અને જાપાનના વડાપ્રધાન શિંજો આબે બંને દેશોની વચ્ચે દ્વિપક્ષીય ભાગીદારીને ખૂબ જ મહત્ત્વ આપે છે.
તેમણે કહ્યું હતું કે, આવતા મહિને યોજાનાર ભારત-જાપાન વાર્ષિક સંમેલનમાં તેમને શિંજો આબેનાં આગમનની પ્રતીક્ષા છે.
બંને દેશો વચ્ચે વાતચીતનો મુખ્ય મુદ્દો હિંદ પ્રશાંત ક્ષેત્ર સહિત મહત્ત્વના જળ વિસ્તારમાં સમુદ્રી સુરક્ષા સહયોગ વધારવા ઉપર હશે.
અધિકારીઓના જણાવ્યા મુજબ ભારતીય પ્રતિનિધિમંડળનું નેતૃત્વ સંરક્ષણ પ્રધાન રાજનાથસિંહ અને વિદેશ પ્રધાન એસ. જયશંકર કરશે, જ્યારે જાપાન તરફથી ત્યાંના વિદેશ પ્રધાન તોશિમિત્સુ મોટેગી અને સંરક્ષણ પ્રધાન ટારો કોની કરશે. આ મંત્રણામાં સામેલ થવા જાપાનના વિદેશ પ્રધાન મોટેગી આજે સવારે દિલ્હી આવી પહોંચ્યા હતા.

© 2020 Saurashtra Trust

Developed & Maintain by Webpioneer