પરંપરાગત યુદ્ધમાં જીતી શકે તેમ નથી તેથી પાક છદ્મ યુદ્ધ લડે છે

પરંપરાગત યુદ્ધમાં જીતી શકે તેમ નથી તેથી પાક છદ્મ યુદ્ધ લડે છે
પુણેની એનડીએમાં પરેડ સંબોધતા રાજનાથસિંહ
પૂણે તા. 30:  પાકિસ્તાનને એ પ્રતીતિ થઈ ચૂકી છે કે ભારત વિરુદ્ધનું પરંપરાગત યુદ્ધ તો તે જીતી શકે તેમ નથી, તેથી તે છદ્મ (પરોક્ષ) યુદ્ધ લડતું આવ્યુ છે. આ છદ્મ યુદ્ધનો તેણે અપનાવેલો માર્ગ એક દિવસ તેની હારનું કારણ બનશે એમ સંરક્ષણમંત્રી રાજનાથસિંહે આજે અહીં જણાવ્યુ હતું. રાષ્ટ્રીય રક્ષા અકાદમીના 137મા કોર્સના પાસિંગ આઉટ પરેડને સંબોધતાં તેમણે જણાવ્યુ હતું કે '48થી લઈ '6પ, ' 71 અને '99માં પાકને અહેસાસ થઈ ગયો હતો કે તે ભારત વિરુદ્ધ પરંપરાગત કે સીમિત યુદ્ધ જીતી શકે તેમ નથી. આતંકવાદ મારફતના છદ્મ યુદ્ધનો માર્ગ પસંદ કર્યો છે, જેમાં તેને પરાભવ સિવાય કશું નહી મળે એ હું જવાબદારીભેર કહું છું.
સિંહે વધુમાં જણાવ્યુ હતું કે અન્ય દેશો સાથે ભારતના સંબંધો હમેશાં શિષ્ટ અને મૈત્રીપૂર્ણ રહ્યા છે.  ભારતને પોતાના ક્ષેત્રથી અતિરિકત કોઈ મહત્વાકાંક્ષા નથી રહેલી, પરંતુ જો તેને ઉશ્કેરવામાં આવશે તો તે કોઈને બક્ષશે નહીં. દેશના સાર્વભૌમત્વ અને લોકોની સુરક્ષાને લઈ અમે પ્રતિબદ્ધ છીએ.

© 2020 Saurashtra Trust

Developed & Maintain by Webpioneer