રોબિનના ગોલથી હૈદરાબાદે બેંગ્લુરુ સામેની મેચ ડ્રો કરી

રોબિનના ગોલથી હૈદરાબાદે બેંગ્લુરુ સામેની મેચ ડ્રો કરી
હૈદરાબાદ, તા. 30 : રોબિન સિંહના ઈન્જરી ટાઈમમાં કરેલા ગોલની મદદથી હૈદરાબાદ એફસીએ જીએમસી બાલાયોગી એથલેટિક સ્ટેડિયમમાં રમાયેલી હીરો ઈન્ડિયન સુપર લીગના મેચમાં વર્તમાન ચેમ્પિયન બેંગલુરૂ એફસીને 1-1થી બરાબરીએ રોકી હતી. કેપ્ટન સુનીલ છેત્રીએ બીજી મિનિટમાં જ ગોલ કરીને બેંગલુરૂને 1-0ની સરસાઈ અપાવી હતી. મેચમાં બેંગલુરૂએ મોટાભાગના સમય સુધી સરસાઈ જાળવી રાખી હતી. જો કે રોબિનના ગોલની મદદ હૈદરાબાદ મેચ ડ્રો કરવામાં સફળ રહ્યું હતું. બેંગલુરૂના છ મેચમાં ચોથો મેચ ડ્રો રહ્યો હતો અને તેનો સ્કોર 10 અંક છે. 

© 2020 Saurashtra Trust

Developed & Maintain by Webpioneer